સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૫-દાહોદ
હિન્દ ન્યુઝ, દાહોદ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિડિઓ કોન્ફરન્સ ૧૨:૦૦ કલાકે યોજવામાં આવી હતી.
આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન કલેક્ટર યોગેશ નિરગુડેએ ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે પ્રકારની કામગીરી કરવા માટે તમામ પ્રાંત અધિકારીશ્રી, પોલીસ અધિકારીશ્રી, મામલતદારઓને જરૂરી સૂચના સહિત માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં મતદાન મથકોની દરખાસ્ત આખરી કરી મંજૂરી માટે દિવસ ૨ ની અંદર જિલ્લા કક્ષાએ મોકલી આપવા જણાવ્યું હતું.
સંવેદનશીલ/અતિ સંવેદનશીલ મતદાન મથકો આખરી કરી ગ્રામ પંચાયતની વિગત સહિત રિસીવિંગ/ડીસ્પેચિંગ સ્થળ આખરી કરી તેની નકશા સહિતની વિગત, નક્કી કરવામાં આવેલ મત ગણતરી સ્થળની નકશા સહિતની દરખાસ્ત, મતદાન અધિકારીઓ, ઝોનલ ઓફિસરઓ, રિસીવિંગ-ડીસ્પેચિંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફ આખરી કરી તેની વિગતો મોકલવા સહિતની સૂચના આપવામાં આવી હતી.
સ્ટાફને તાલીમ આપવા માટે નક્કી કરેલ તારીખ અને સમયનો કાર્યક્રમ મોકલી આપવા સહિત પક્ષને ફાળવવામાં આવેલ પ્રતિકની યાદી જે મોકલવામાં આવેલ છે, તે સિવાયના મુક્ત પ્રતિકોમાંથી ઉમેદવારોને પ્રતિકોની ફાળવણી કરવા જેવી મહત્વની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ દરમ્યાન કલેક્ટરએ આચાર સંહિતાનું અમલીકરણ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, મતદાર જાગૃતિ કાર્યક્રમ, હિસાબી બાબત, કોમ્યુનિકેશન પ્લાન, સ્ટાફ ડેટાબેઝ એન્ડ ટ્રેનિંગ મેનેજમેન્ટ કરવા સહિત એકબીજાના સહયોગ અને સંકલન દ્વારા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક યોજાય તે મુજબ કામગીરી કરવા જણાવ્યુ હતું.
ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલ વખતો વખતની સૂચનાઓનો અમલ કરી કાયદાકીય રીતે ચૂંટણી કરવા સુચના આપી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ સહિત વર્ચ્યઅલ માધ્યમ થકી પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તેમજ સંબંધિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
