સુરેન્દ્રનગરમાં વિકાસકામો તથા અન્ય વિભાગો ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ત્રિમંદિર હેલિપેડ, સુરેન્દ્રનગર ખાતે આગમન; મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા ₹664 કરોડના વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ ₹696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના, સુજલામ–સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠા તથા સંચાઈને લગતા ₹664 કરોડના વિકાસકામો સહિત કુલ ₹696 કરોડથી વધુના વિવિધ વિભાગના જનસુખાકારીના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપરાંત મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવી અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાના સંકલ્પ સાથે સૌની યોજના, સુજલામ-સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે, અને વડાપ્રધાનની ગામેગામ પાણી પહોંચાડવાની નેમને ગુજરાત સરકાર સતત આગળ વધારી રહી છે. તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકીમાં નિર્મિત 24 માળ જેટલી ઊંચાઈએ પાણી પમ્પ થાય તેવા એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશનને માનનીય વડાપ્રધાનના મક્કમ નિર્ધારનું પરિણામ ગણાવવાની સાથોસાથ મા નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતાં ઝાલાવાડની માતાઓ-બહેનોનું જીવન વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ પોતાના સુરેન્દ્રનગર પ્રવાસ દરમિયાન લીમલી ગામ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ₹218 કરોડના ખર્ચે 44 ગામોને સિંચાઈનું પાણી પૂરી પાડવાના કાર્યનું શાસ્ત્રોક્ત વિધિથી કળશ પૂજન કરીને ખાતમુહૂર્ત કર્યું હતું.

Related posts

Leave a Comment