હિન્દ ન્યુઝ, ગુજરાત
રાજકોટના માધાપર સ્થિત આઈ.ટી.આઈ. ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલના ભાગરૂપે રેડ ક્રોસના સૌજન્યથી ફર્સ્ટ એઇડ ટ્રેનીંગ સેશનનું આયોજન કરાયું; ગ્રામજનો તેમજ વિવિધ વોલન્ટીયર્સને પ્રાથમિક સારવાર, બ્લીડિંગ, ફ્રેક્ચર, બેન્ડેજીસ રિકવરી તેમજ CPRની તાલીમ અપાઈ

પોરબંદર ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ, જેમાં 108 એમ્બ્યુલન્સ, પીસીઆર વાન, વિવિધ સુરક્ષા એજન્સીઓના સુરક્ષા દળો તૈનાત કરી તાત્કાલિક રેસ્ક્યુ-રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશન શિલ્ડ હેઠળ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ
આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અણધારી પરિસ્થિતિ, ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટેની સજ્જતા અને તાલમેલ ચકાસવાનો હતો

સિવિલ ડિફેન્સ મોકડ્રીલના આયોજન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” અન્વયે મોકડ્રીલ યોજાઇ હતી, તદ્ઉપરાંત રાત્રિના 7.45થી 8.30 સુધી બ્લેકઆઉટ પણ કરવામાં આવશે

ગાંધીનગર જિલ્લા ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ

પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત મામલતદાર કચેરી, નગરપાલિકા વિસ્તાર સહિત 18 જેટલાં સ્થળો પર “ઓપરેશન શિલ્ડ” અન્વયે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ

તાપી જિલ્લામાં ઓપરેશન શિલ્ડના ભાગરૂપે વ્યારા નગરના ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી
મોકડ્રીલ દરમિયાન પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, ફાયર તેમજ આરોગ્ય વિભાગે સંકલિત રીતે કામગીરી બજાવી હતી

નવસારી શહેરના સિટી સ્ક્વેર બિલ્ડીંગ ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ
જિલ્લા વહીવટી તંત્ર, NCCના સ્વયંસેવકો સહિત સ્થાનિકો આ મોકડ્રીલમાં જોડાયા

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓપરેશન શિલ્ડ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ

વલસાડ જિલ્લાના તીથલ સ્વામિનારાયણ મંદિર ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ



