હિન્દ ન્યુઝ, ડાંગ
દેશના વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી તથા કેન્દ્રીય સહકારિતા મંત્રી દ્વારા આપવામાં આવેલ ‘સહકાર થી સમૃદ્ધિ’ સંકલ્પને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ ને “આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ” જાહેર કરવામાં આવેલ છે.
જેની ઉજવણીના ભાગરૂપે તાં. ૧ લી મે “ગુજરાત સ્થાપના દિન” નિમિત્તે ડાંગ જિલ્લાની મદદનીશ જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ આહવા-ડાંગ દ્વારા વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.ના સહયોગથી જિલ્લામાં આવેલ દૂધ મંડળીઓના હોદ્દેદારો સાથે ધાર્મિક સ્થળોએ તેમજ દૂધ મંડળીના આસપાસના વિસ્તારમાં સફાઇ અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં નાનાપાડા, મોટીદાબદર, કુડકસ, કુકડનખી, સરવર, ઘોડી, સુબીર, મોખામાળ, જામન્યા, આહિરપાડા, ટાકલીપાડા, ભોંડવિહિર, ઘુબડિયા, જોગથવા, આમસરપાડા વગેરે ગામોની મહિલાઓ સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે.
