લાયન્સ કલબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા નેશનલ ડોક્ટર ડે નિમિત્તે ધરમપુર નગરના ડોક્ટરોનું સન્માન

હિન્દ ન્યુઝ, ધરમપુર

  લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા નેશનલ ડોક્ટર ડે ના દિવસે ધરમપુર નગરના ડોકટરોનું સન્માન અને તેમના દ્વારા બજાવેલ નિઃસ્વાર્થ સેવા તેમજ તેમની સમાજ પ્રત્યેની સેવાભાવી કટીબધ્ધતા બદલ એમનો આભાર વ્યક્ત કર્યો. 

     ૧ જુલાઈ, નેશનલ ડોક્ટર ડે ના દિવસે લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા ધરમપુરમાં વર્ષોથી નિઃસ્વાર્થ સેવા બજાવતા ડોકટરોનું સન્માનપત્ર આપી તેમજ એમની ઉમદા સેવા અને સમાજ પ્રત્યેની એમની જવાબદારીઓની કટીબધ્ધતાને અનુલક્ષીને તેઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિશ્વવિખ્યાત શિવકથાકાર શ્રી બટુકભાઇ વ્યાસ, ૪ વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ થી સન્માનિત અને પેટન્ટ હોલ્ડર, ઉપસ્થિત રહ્યા હતાં અને એમના આશિર્વચન પાઠવ્યા હતાં. ખાસ મહેમાન તરીકે લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ F૨ ના રીજીયન ૫ના રીજીયન ચેર પર્સન લાયન ક્રિષ્નાજી પરમાર અને ઝોન ૧ના ઝોન ચેર પર્સન લાયન ફાલ્ગુની ખમાર ઉપસ્થિત રહ્યા હતાં અને પ્રસંગને અનુલક્ષીને એમનો પ્રતિભાવ રજુ કર્યો હતો.

     અત્રે ઉલ્લેખનીય છે કે ડો. ધીરુભાઈ સી પટેલ દ્વારા લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ ની આ ઉમદા પહેલને સ્વીકારીને વધાવી લેવામાં આવી હતી તેમજ ડો.વિક્રમસિંહ પરમાર અને ડો. દિલીપભાઈ પટેલ દ્વારા આ પ્રસંગને અનુલક્ષીને વિશેષ પ્રતિભાવ આપવામાં આવ્યા હતાં.

વધુમાં ધરમપુર નગરના પ્રતિષ્ઠિત અને સેવાભાવી ડોકટરો કે જેઓની ખોટ આજે સમગ્ર ધરમપુરને પડી રહી છે એવા સેવામૂર્તિ ડો.બાબુભાઇ પટેલ, ડો.રમણભાઈ પટેલ તથા ડો. પટેલના સ્મરણાર્થે બે મિનિટનું મૌન રાખી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રસંગમાં ઉપસ્થિત તમામ પ્રેસ કનવીનરોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબમાં નવા જોડાયેલા સભ્યોનું સન્માન કરીને તેમને મીઠો આવકાર પણ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ લાયન ડો.હેમંતભાઈ પટેલ દ્વારા થઈ હતી. 

    આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટના પ્રેસિડેન્ટ લાયન પારસ ભટ્ટ, સેક્રેટરી લાયન હિમાંશુ મિસ્ત્રી, ટ્રેઝરર લાયન અજયસિંહ દોડીયા તથા ક્લબના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : મહેશ ટંડેલ, વલસાડ


 

Related posts

Leave a Comment