જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ માટે જાગૃત્તિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

    જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડ કચેરી ખાતે મહિલાઓ માટે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કાયદાકીય સુરક્ષા, મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી DHEW ની ટીમ દ્વારા આપવામાં આવી હતી.

આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, 181 મહિલા હેલ્પલાઈન, નારી અદાલત, મહિલા સુરક્ષા, વહાલી દીકરી યોજના જેવી વિવિધ યોજનાકીય માહિતી મહિલાઓને આપવામાં આવી હતી. આ સાથે મહિલા સ્વાવલંબન યોજનાની વિસ્તૃત માહિતી અપાઈ હતી અને મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત 15 જેટલા લાભાર્થીઓના અરજી ફોર્મ ભરવામાં આવ્યા હતા.

ઉક્ત કાર્યક્રમમાં DHEW યોજનાના ડીસ્ટ્રીકટ કો- ઓર્ડીનેટર અલ્પાબેન રાઠોડ, અસ્મિતાબેન કે. સાદિયા, પ્રાચી ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય કાજલબેન નાખવા અને 60 જેટલા લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

 

 

 

Related posts

Leave a Comment