સુમુલ ડેરીની ચૂંટણીમાં ઉમરપાડા બેઠક ઉપરથી રીતેશ વસાવાએ ફરી ઉમેદવારી નોંધાવી

મોટામિયા-માંગરોલ;

સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરી ની યોજાઇ રહેલી ચૂંટણીમાં ઉમરપાડા બેઠક ઉપરથી રીતેશભાઈ વસાવાએ સહકાર પેનલ હતી. પોતાના ટેકેદારો સાથે ફરીવાર પોતાની ઉમેદવારી નોંધાવી છે. રીતેશભાઈ વસાવા પાંચ વર્ષ અગાઉ વિજેતા થયા હતા અને સુમુલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે પાંચ વર્ષ સેવા આપી હતી પરંતુ આ વખતે તેમણે સુમુલ ના વર્તમાન પ્રમુખ રાજુભાઈ પાઠક ની પેનલ વિરુદ્ધ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સુરત સિટી પ્રાંત કચેરી ખાતે કેવડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રતિનિધિ અમીશ ભાઈ મણિલાલભાઈ વસાવા એ તેમના નામની દરખાસ્ત કરી હતી. જ્યારે ટેકો વહારગામ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ઇન્દ્રજીતભાઈ વસાવાએ આપ્યો હતો.રીતેશભાઈએ ફરી વખત ઉમેદવારી નોંધાવતા તેમના ટેકેદારોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

રિપોર્ટર : નિલય ચૌહાણ, મોટામિયા-માંગરોલ

Related posts

Leave a Comment