વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમન

હિન્દ ન્યુઝ, જામનગર 

      વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ના સ્વાગતમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદ સી. આર. પાટિલ, કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ચીફ સેક્રેટરી રાજકુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, ડીજીપી વિકાસ સહાય, કલેકટર બી. કે. પંડયા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, એર કોમોડોર પુનિત વિગ, અગ્રણીઓ રમેશભાઈ મૂંગરા, વિમલભાઈ કગથરા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રોડ-શો બાદ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. અને આવતીકાલે સવારે દ્વારકા ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે.

 

 

 

 

Related posts

Leave a Comment