૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝન માટે જિલ્લાકક્ષાની વોલીબોલ, ચેસ, કેરમ,રસ્સાખેંચ, યોગાસન તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા સંચાલિત સીનીયર સીટીઝનોની સ્પર્ધા ૨૦૨૩-૨૪ અંતર્ગત સીનીયર સીટીઝનોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે હેતુસર એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ક્રિકેટની સીનીયર સીટીઝનની સ્પર્ધાઓનું આયોજન ગીર સોમનાથ ખાતે થશે.

જેથી ભાગ લેનાર તમામ સીનીયર સીટીઝન ભાઈ-બહેન સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર, રૂમ નં- ૩૧૫/૩૧૬ બીજો માળ, ઇણાજ, તા. વેરાવળ ખાતે એન્ટ્રી ફોર્મ મેળવી બાહેંધરી પત્રક તથા રજીસ્ટર ડોક્ટરનું તાજેતરનું શારીરિક તબીબી યોગ્યતા ધરાવનું પ્રમાણપત્ર આધારકાર્ડ અથવા કોઈપણ ઉંમરનો પુરાવો જોડી એન્ટ્રી ફોર્મ તારીખ ૧૮/૦૧/૨૦૨૪ સુધીમાં મોકલી આપવું. ત્યારબાદ કોઈ એન્ટ્રી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Related posts

Leave a Comment