જિલ્લાના સંવેદનશીલ ૧૫૪ સ્થળોએ ડ્રોનના ઉપયોગ માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર

       જામનગર જિલ્લો ભારતની પશ્વિમ આતંરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે જામનગર જિલ્લાની હદમાં એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી તથા જી.એસ.એફ.સી, એરફોર્સ, આઇ.એન.એસ. વાલસુરા, આર્મી, હેડકવાટર, એરફોર્સ સ્ટેશન સમાણા વગેરે જેવા અતિ-સંવેદનશીલ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલ છે.

જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-૧૫૪ ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન, યલો ઝોન કે ગ્રીન ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં ૧૧૨ તથા યલો ઝોનમાં ૪૨ ઇન્સ્ટોલેશન્સ આવેલ છે જે સ્થળોએ ડ્રોનના ઉપયોગ સંબધે અધિક કલેકટર બી.એન.ખેર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા છે.આ જાહેરનામું તા.08/01/2024 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ (૪૫ માં અધિનિયમ)ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment