”સ્વચ્છતા હી સેવા અભિયાન”
હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લામાં ‘સ્વરછતા હી સેવા’ અભિયાન અન્વયે જામજોધપુર તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય કચેરીઓમાં ફાઈલ અને રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. આ સફાઈ ઝુંબેશમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.