કે.આઈ.એમ. ટ્રસ્ટ સંચાલિત ગુલામમોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળામાં વિદાયમાન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, માંગરોલ

            કે.આઈ.એમ. ટ્રસ્ટ સંચાલિત ગુલામમોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકેની ફરજ બજાવતા ઇમરાનાબેન શેખનો વયનિવૃત્તિને લઈ સ્ટાફ પરિવાર દ્વારા વિદાયમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમની શરૂઆત શાળાનાં મદદનીશ શિક્ષક દિવાન મોહયુદ્દીન સાહેબ દ્વારા તિલાવતે કુરાનથી કરવામાં આવી. શાળાના આચાર્યા શ્રીમતી પ્રતિભાબેન વાસંદીયા થકી નિવૃત્ત થનાર ઇમરાનાબેન શેખનો સાલ ઓઢાડી તથા સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છથી બહુમાન કરવામાં આવ્યુ હતુ. પ્રાસંગિક પ્રવચન સલીમભાઈ પાંડોર અને સાબીરભાઈ શેખે આપ્યા હતા. સ્ટાફ પરિવાર દ્વારા વિદાય લેનાર મહોતરમા ઈમરાનાબેન શેખને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના આયોજન બદલ વિદાય લેનાર ઈમરાનાબેન શેખે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક મહંમદસાબીર શેખે કર્યું હતુ.

Related posts

Leave a Comment