ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર અજય પ્રકાશના જન્મ દિવસ પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા

ગીર સોમનાથ,

વેરાવળ, ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર તરીકે ઉમદા કાર્ય સાથે કોરોના વાવાઝોડા વહીવટી કાર્ય શ્રેષ્ઠ ઉમદા કામગીરી સાથે પોતાની ફરજ બજાવતા જીલ્લા કલેક્ટર અજય પ્રકાશ નો આજરોજ જન્મ દિવસ ઠેર ઠેર થી અભિનંદન વર્ષા થયેલ.  જેમાં મળેલી વિગતો મુજબ બિહાર ના સમસ્તી પુર ના વતની અને તા: ૧૫/૬/ ૧૯૮૫ ના રોજ જન્મેલા તેઓ ૨૦૧૧ ની બેંચ ના આઈ એ એસ કેડરના અધિકારી છે.  અંગ્રેજી વિષય માં સ્થાનક થયેલ તેઓને પ સપ્ટેમ્બર ૨૦૧૩ મા નવસારી જીલ્લા માં આસીસ્ટન્ટ કલેક્ટર તરીકે પ્રથમ નિમણુંક થઇ, ત્યાર બાદ જુનાગઢ જીલ્લા વિકાસ અધિકારી તરીકે અને હાલ ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર તરીકે ઉમદા કાર્ય સાથે પોતાની ફરજ નિષ્ઠા સાથે બજાવી રહ્યા છે કોરોના મહામારી વાયુ વાવાઝોડા અને વહીવટી કાર્ય દક્ષતાથી પરિણામ લક્ષી અસર કારક કામગીરી બજાવી સરકાર ને ગોરવ અપાવી પ્રજા ની ચાહના મેળવનાર જીલ્લા કલેક્ટર અજય પ્રકાશ ના જન્મ દિવસ ઠેર ઠેર થી અભિનંદન વર્ષા તેમના મોબાઈલ પર મળી.

Related posts

Leave a Comment