સમર્પણ ગ્રુપ – ડીસા આયોજીત વૃક્ષારોપણ અભિયાન

 વૃક્ષારોપણ અભિયાન 

હિન્દ ન્યુઝ, ડીસા

        આજે તારીખ ૧૭/૦૭/૨૦૨૨ ના રોજ દાંતીવાડા તાલુકા ના કરજા ગામે જ્યાં ચારેબાજુ પહાડો વચ્ચે આવેલ નયનરમ્ય સ્થળ જ્યાં ત્રિલોકનાથ શિવજી મંદિર, પવનપુત્ર હનુમાન મંદિર, જેમણે પહાડોમાં શિવ મંદિર નિર્માણ કરાવ્યા તેવા મહંત શીવગિરી બાપજી નો ધુણો અને સંત ચંદનગિરિ મહારાજ નું સ્થાનક છે એવા કરજા ગામે ૬૦૦ થી વધારે રોપા રોપી ” આમ્રવન ” અને ” ચિકુવાડી ” બનાવવામાં આવી. સાથે સાથે ડ્રિપ દ્વારા પિયત મળી રહે તેની વ્યવસ્થા કરવા મો આવી. ત્યાંના સ્થાનિક સેવકો અને સમર્પણ ગ્રુપ દ્વારા રોપા ની માવજત કરી સુંદર વાડી બનાવવા ની જવાબદારી લીધી. સમર્પણ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ એટલે છોડ રોપવાથી માંડી ને ઘટાદાર વૃક્ષ બનાવવા સુધી ની સફરની પ્રતિબદ્ધતા.

રિપોર્ટર : એલ. ડી. ચૌધરી, ડીસા

Related posts

Leave a Comment