હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલા રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૨/૨૦૨૨ ના રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રિન્યૂઅલ) ન કરાવવાં બદલ કમી થનાર હોય સંબંધિત રોજગારવાંચ્છુઓએ નામ નોંધણી તાજી કરાવવાં માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયાં તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવાં માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ રોજગાર કચેરીના ઈમેલ: dee-bav@guharat.gov.in ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત રોજગાર કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે.વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર રોજગાર વિનિમય કચેરીનો ટેલીફોનીક સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર), ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી