દિયોદર ના પાલડી પાસે સ્વીફ્ટ ગાડી ઝાડ સાથે ટકરાઈ કુવાતાં ગામ ના યુવાન નું મોત બે વ્યક્તિ ને ઇજા

હિન્દ ન્યુઝ, દિયોદર

    દિયોદર તાલુકા ના પાલડી ગામ પાસે મોડી સાંજે સ્વીફ્ટ ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત ની ઘટના બની હતી. જેમાં કુવાતાં ગામ ના યુવાન નું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઇજા ગ્રસ્ત થતા સારવાર માટે થરાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના પાલડી ગામ પાસે ગત મોડી સાંજે એક સ્વીફ્ટ ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ગાડી માં સવાર કુવાતાં ગામ ના યુવાન જોષી સુરેશભાઈ હરદેવભાઈ ને ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. જેમાં અન્ય બે લોકો ને ઇજા થતાં સારવાર માટે દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં વધુ સારવાર માટે આગળ ખસેડાયા હતા બનાવ ની જાણ આજુ બાજુ ના લોકો ને થતા લોકો ના ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment