હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ચાકલીયા ખાતે ઐતિહાસિક વારસાને જાળવી રાખવાની સાથે સરહદી વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી અંગ્રેજોના શાસનકાળ દરમિયાન કાર્યરત રહેલી ઐતિહાસિક પોલીસ ચોકીને ફરી કાર્યરત કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાના હસ્તે આ નવીન હેરિટેજ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંગ્રેજોના શાસનકાળમાં કાર્યરત રહેલી અને સમયાંતરે બંધ પડેલી આ ઐતિહાસિક પોલીસ ચોકીને પુનઃજીવિત કરીને ‘ઘુઘરદેવ મહાદેવ પોલીસ ચોકી, ચાકલીયા’ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર વ્યૂહાત્મક રીતે આવેલી આ પોલીસ ચોકી સરહદી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા…
Read More