ભાવનગરમાં પ્રથમવાર તા. ૧ નવેમ્બર ૨૦૨૬ ના રોજ ભારતીય વાયુસેનાનો ભવ્ય એર-શો ‘સૂર્યકિરણ’ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર    ભાવનગરમાં પ્રથમવાર ભારતીય વાયુસેનાના પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ એર-શોનું આયોજન તા. ૧ નવેમ્બર ૨૦૨૬ ને રવિવારના રોજ સવારે 9 વાગ્યે થવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા દ્વારા એર- શો અંગેની તૈયારીઓ માટે અધિકારીશ્રીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજી હતી. આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે આ આયોજનથી ભાવનગરના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાવાની સાથે નગરજનોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમ આકાશમાં પોતાના અદભુત હવાઈ કરતબો અને શિસ્તબદ્ધ ઉડાન માટે…

Read More

ભાવનગરમાં મેયર ઉષાબેન તલરેજાના હસ્તે ‘સ્વદેશી મેળો–શોપિંગ ફેસ્ટિવલ–૨૦૨૬’નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી જવાહર મેદાન ખાતે આયોજિત ‘સ્વદેશી મેળો–શોપિંગ ફેસ્ટિવલ–૨૦૨૬’નો મેયરશ્રી ઉષાબેન તલરેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવામાં સ્વદેશી મેળો મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. આવા આયોજનો સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપી આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડે છે. તેમણે નગરજનોને મેળાની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા અપીલ કરી…

Read More

પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ભાવનગર જિલ્લામાં તારીખ ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ યોજાનાર કાર્યક્રમોના આયોજનની વર્ચ્યુઅલ સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ યોજાનારા પીએમ કિસાન ઉત્સવ તથા તા. ૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારા એકતા દિવસની ઉજવણીને સુવ્યવસ્થિત અને લોકભાગીદારીસભર બનાવવા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના ઊર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ બંને દિવસના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી સ્થળ પસંદગી, એલઈડી વ્યવસ્થા, સુરક્ષા, જનભાગીદારી અને રિપોર્ટિંગ સહિતની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી. તેમણે જિલ્લાના દરેક ગામને કાર્યક્રમો સાથે સાંકળીને વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક સહભાગી બને તે દિશામાં આયોજન…

Read More

રાજ્યની આદિજાતિ મહિલાઓ માટે ‘સંકલિત ડેરી વિકાસ યોજના’ બની આત્મનિર્ભરતાનો આધાર

હિન્દ ન્યુઝ,  🔸 ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત ‘સંકલિત ડેરી વિકાસ યોજના’ આદિજાતિ ક્ષેત્રોની મહિલાઓના આર્થિક સશક્તીકરણ, સ્વાવલંબન અને સર્વાંગી સમૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થઈ રહી છે 🔸 છેલ્લાં 3 વર્ષમાં રૂપિયા 162 કરોડથી વધુના ખર્ચે 29,518 આદિજાતિ મહિલાઓને મળી પશુ સહાય; ચાલુ વર્ષે 11,206 બહેનો માટે રૂપિયા 65 કરોડની જોગવાઈ 🔸 લાભાર્થીના માત્ર રૂપિયા 3 હજારના નજીવા ફાળા સામે રૂપિયા 87 હજારની સબસિડી-ધિરાણ લાભ; દૂધાળા પશુની ખરીદી, સારવાર, વીમો, ટ્રાન્સપોર્ટેશન વગેરેનો સમાવેશ 🔸 રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત આ ‘સંકલિત ડેરી વિકાસ યોજના’ માત્ર એક સરકારી યોજના પૂરતી મર્યાદિત…

Read More

દેવગઢ બારિયાના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક રૂ. ૭ લાખથી વધુની મેળવી રહ્યા છે આવક

હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક રૂ. ૭ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. તેમણે ખેતીમાં વિવિધ પાકો, નર્સરી અને વિવિધ ફળફળાદી સહિત અન્ય વૃક્ષોનું વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભરતભાઈ પટેલ વર્ષ ૨૦૧૬થી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતનાં વિવિધ સ્થળોએ તાલીમ મેળવી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાનમાં પણ ખેતી અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના કુરુક્ષેત્ર સ્થિત ફાર્મ ખાતે પણ તાલીમ મેળવી પ્રાકૃતિક ખેતીની…

Read More

લિચેસ્ટેનના રાજકુમાર અને રાજકુમારીનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત

હિન્દ ન્યુઝ, વડોદરા    ભારતની રાજદ્વારી મુલાકાતે આવેલા જર્મની પાસેના રાજ્ય લિચેસ્ટેનના રાજકુમાર અલોઇસ તથા રાજકુમારી શ્રી સોફીનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.  રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સચિવ જ્વલંત ત્રિવેદી, કલેકટર ડો. અનિલ ધામેલિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી આ કાફલો મંજુસર સ્થિત એક કંપનીની મુલાકાતે રવાના થયા હતા.

Read More

સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય રક્ષામાં વડોદરા જિલ્લાની ઊંચી ઉડાન

હિન્દ ન્યુઝ, વડોદરા      ‘એનિમિયા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાએ આરોગ્ય ક્ષેત્રે એક મોટી સફળતા હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાની તમામ સગર્ભા માતાઓને આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ પૂરી પાડવાની ઉમદા કામગીરીમાં વડોદરા જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમે રહ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન જિલ્લાની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ વડોદરા જિલ્લાની આરોગ્ય ટીમને સત્તાવાર રીતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આગવી વ્યૂહરચના, વિવિધ સરકારી વિભાગો વચ્ચેનું શ્રેષ્ઠ આંતરવિભાગીય સંકલન અને ક્ષેત્ર સ્તરે કરવામાં આવેલા સતત મોનિટરિંગને કારણે આ…

Read More

લિચેસ્ટેનના રાજકુમાર અલોઇસ અને રાજકુમારી સોફી વડોદરાની લીધી મુલાકાત

હિન્દ ન્યુઝ, વડોદરા     ભારતની રાજદ્વારી મુલાકાતે પધારેલા જર્મની નજીક આવેલા યુરોપિયન દેશ લિચેસ્ટેનના રાજકુમાર અલોઇસ તથા રાજકુમારી સોફીએ વડોદરા જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ સાવલી સ્થિત હિલ્ટી ઇન્ડિયા પ્લાન્ટની મુલાકાત લઈ કંપનીની કામગીરી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી. સાવલી સ્થિત હિલ્ટી ઇન્ડિયા પ્લાન્ટ ખાતે રાજકુમાર અલોઇસ તથા રાજકુમારી સોફીએ કંપની દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ ઉત્પાદન પ્રક્રિયાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કંપનીના અધિકારીઓ દ્વારા તેમને ઉત્પાદન એકમની કામગીરી, ઉત્પાદન પ્રક્રિયા તથા ઔદ્યોગિક ક્ષેત્રે કંપનીની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાત…

Read More

સુરતના કોસમાડા ખાતે નિર્માણ પામનાર ‘ઇસ્કોન વરાછા મંદિર’નો ભવ્ય શિલાન્યાસ અને સત્કાર સમારોહ

હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો મુખ્યમંત્રીએ ઇસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું, નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી. ભક્તિને માત્ર પૂજા સુધી સીમિત ન રાખતા માનવ સેવા અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા મુખ્યમંત્રીનું આહ્વાન. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન મંદિરના નિર્માણમાં અમૂલ્ય આર્થિક યોગદાન આપનાર રાજસ્વી દાતાશ્રીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિશેષ સન્માન કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના વિઝનને અનુસરીને વિકાસ સાથે આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરતના કોસમાડા ખાતે ‘ઇસ્કોન વરાછા મંદિર’નો ભવ્ય શિલાન્યાસ અને સત્કાર સમારોહ સંપન્ન થયો

હિન્દ ન્યુઝ, સુરત 🌟 કાર્યક્રમની મુખ્ય હાઇલાઇટ્સ: 🛕 શિલાપૂજન & યજ્ઞ: મુખ્યમંત્રીએ મંદિરની શિલાઓનું પૂજન કર્યું અને નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી. 📖 ભગવદ્ ગીતાનો સંદેશ: ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાયો માનવ જીવનને મૂંઝવણથી સમજણ અને નિરાશાથી આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. 🤝 સામાજિક આહ્વાન: ભક્તિને માત્ર પૂજા સુધી સીમિત ન રાખતા માનવ સેવા, યુવા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા અપીલ. 💐 દાતાઓનું સન્માન: મંદિર નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર રાજસ્વી દાતાઓ અને ગીતા પરીક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરાયું.

Read More