વલસાડ જિલ્લામાં દશેરાના દિવસે તા. ૨૦ ઓક્ટો.એ “FSAS –Fertilizer Sale Application System”નો શુભારંભ થશે

હિન્દ ન્યુઝ, વલસાડ         ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે તેમજ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુસર “FSAS –Fertilizer Sale Application System” એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો રિટેલ સબસીડાઈઝ ખાતર વિક્રેતા/ સહકારી મંડળી પરથી ખાતર ખરીદતા પહેલા મોબાઈલ મારફતે ખાતરનું Pre-booking (અગાઉથી બુકિંગ) કરી શકશે. જેના કારણે ખાતરની ઉપલબ્ધતા અંગે પૂર્વ માહિતી તેમજ ખાતર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, સુવ્યવસ્થિત અને પારદર્શક બનશે. ઉપરોક્ત સિસ્ટમની અમલવારી તા. ૨૦ ઓક્ટોબરને દશેરાના પર્વે જિલ્લામાં શરૂ થનાર છે.  આ નવી ડિજિટલ વ્યવસ્થા દ્વારા ખાતર વિતરણ…

Read More

સરકાર પ્રજાના દ્વારે: વલસાડ જિલ્લામાં ૩૩,૭૪૮ અરજીનો નિકાલ, સેવાસેતુ બન્યું લોકસેવાનું સશક્ત માધ્યમ

હિન્દ ન્યુઝ, વલસાડ     અંતરિયાળ ગામડાના લોકોએ સરકારી કચેરીને લગતા નાના મોટા કામ માટે તાલુકા અથવા મુખ્ય મથકની સરકારી કચેરી સુધી નોકરી ધંધામાં રજા મુકી જવુ પડે છે. આ મજબૂરીમાંથી પ્રજાને મુક્તિ અપાવવા સરકાર સામે ચાલીને પ્રજાના દ્વારે આવી છે એવો અભિગમ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અપનાવી ગામે ગામ સેવાસેતુ કાર્યક્રમ યોજવા આહવાન કર્યુ હતું. જે હકીકતમાં લોકસેવાનું અસરકારક માધ્યમ બન્યુ છે. સેવાસેતુને પગલે ગામડાંથી લઈને શહેરો સુધીના લોકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળતાં તેમના સમય, શક્તિ અને નાણાંની બચત થઈ છે. વલસાડ જિલ્લા કલેક્ટર નિતિન…

Read More

મહીસાગર જિલ્લામાં મતદારયાદી સુધારણા અભિયાનને વેગ

હિન્દ ન્યુઝ, મહીસાગર  બીજી ખાસ ઝુંબેશમાં 1,665 નવા મતદારોની નોંધણી માટે ફોર્મ નં. 6 ભરાયા યુવા મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અર્પિત સાગર (IAS) અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા અપીલ

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ અમદાવાદથી ભરૂચ સુધી ટ્રેનમાં મુસાફરી કરી: સહ-મુસાફરો સાથે સાધ્યો આત્મીય સંવાદ

હિન્દ ન્યુઝ,ભરૂચ     રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે દિવસીય ભરૂચ પ્રવાસ અર્થે પહોંચવા એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યપાલશ્રીએ એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદ રેલવે સ્ટેશનથી ભરૂચ સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી.       રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ બે દિવસીય પ્રવાસ દરમિયાન ભરૂચ તાલુકાના હલદરવા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.     આ મુસાફરી દરમિયાન રાજ્યપાલએ ટ્રેનમાં સાથે મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો સાથે અત્યંત સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે મુસાફરોના હાલચાલ પૂછ્યા હતા તેમજ વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. રાજ્યપાલની આ સરળતા…

Read More

જામનગરના જાણીતા બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને ‘આરિણી બાળસાહિત્ય સાધના રાષ્ટ્રીય પુરસ્કાર 2026’ એનાયત થશે

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગરની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને દિલ્હી સાહિત્ય અકાદમીનો બાળસાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂકેલા સુપ્રસિદ્ધ બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીની વધુ એક રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત ‘આરિણી બાળસાહિત્ય સંસ્થાન’ દ્વારા તેમના હિન્દી બાળગીત સંગ્રહ ‘હાથીરાજા સ્કૂલ ચલે’ માટે ‘શ્રી મુન્નીલાલ મિશ્રા બાળસાહિત્ય સાધના પુરસ્કાર 2026’ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર દેશમાંથી છેલ્લા પાંચ વર્ષના ઉત્તમ હિન્દી બાળગીતસંગ્રહ તરીકે આ પુસ્તકની પસંદગી થતાં ગુજરાતની સાહિત્યિક જગતનું શિરમોર ગૌરવ વધ્યું છે. વિશેષ નોંધનીય છે કે કિરીટ ગોસ્વામીના…

Read More

સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વૃક્ષારોપણ, સ્વચ્છતા, ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વૃક્ષારોપણ, સ્વચ્છતા, ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતાં. એસ.ટી. નિગમ દ્વારા પણ સ્વચ્છતા, વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓ થકી ‘સેવા સંકલ્પ અભિયાન’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનની પૂર્ણતાના આરે એસ.ટી. દ્વારા વેરાવળ ,તાલાલા, આંકોલવાડી બસ સ્ટેશન વર્કશોપ ખાતે કામ કરતાં સફાઈ કામદારોની કામગીરીને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Read More

વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, વલસાડ      વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક કલેકટર નિતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને કલેકટરાલયના સભાખંડમાં મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્યો સર્વે રમણલાલ પાટકર, જીતુભાઇ ચૌધરી, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ સહિત પદાધિકારીઓ/અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં બંધ પડેલી વાજબી ભાવની દુકાન શરૂ કરવા ચર્ચા કરવામાં આવી હતી.    વાજબી ભાવની દુકાન વલસાડ તાલુકામાં ભાગડાવાડા, ગોરગામ-૨, માલવણ, ઉમરગામ તાલુકામાં ખતલવાડા-૪, પારડી તાલુકામાં સોનવાડા, ડુમલાવ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં રાજય સરકારના નિયત ધારાધોરણ મુજબ પાત્રતા ધરાવતા ઉમેદવારોની અરજીઓ પ્રથમ, બીજો અને તૃતિય ક્રમ મુજબ મંજુર કરવામાં…

Read More

લીમખેડાની મહિલાઓએ માટીકામથી સર્જી આત્મનિર્ભરતાની નવી મિશાલ

હિન્દ ન્યુઝ, દાહોદ    વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાકાર કરતાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ‘મા બ્રહ્માણી કુંભારી કામ કલાગીરી WSHG સખી મંડળ’ની બહેનોએ માટીકામની પરંપરાગત કળાને આજીવિકાનું એક સશક્ત માધ્યમ બનાવ્યું છે. વર્ષ ૨૦૧૩થી કાર્યરત આ સખી મંડળની ૧૧ મહિલાઓએ પોતાની મહેનત અને કલાગીરીના જોરે આર્થિક આત્મનિર્ભરતા મેળવીને સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સખી મંડળની બહેનો દ્વારા માટીમાંથી અત્યંત આકર્ષક અને ગુણવત્તાયુક્ત વાસણો બનાવવામાં આવે છે. જેમાં પરંપરાગત કોડિયા, માટલા, ઘડા અને કુલડી ઉપરાંત આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માટીની પાણીની બોટલ, હાંડલી,…

Read More

ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.       ગિરનાર લીલી પરિક્રમા સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમા પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી,પાણી,આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી.        જિલ્લા…

Read More

અંજાર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ના નવા કેન્દ્રનો શુભારંભ

હિન્દ ન્યુઝ, અંજાર     ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે આજે તા. ૧૬ ઓક્ટોબરના રોજ રાજ્યના ૨૮ જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ૧૦૧ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર ખાતે દેવળિયા નાકા ખાતે આવેલા કડીયાનાકા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રમિકો માટેની આ યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રાત-દિવસ કઠોર પરિશ્રમ કરતા બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને પોષણ…

Read More