હિન્દ ન્યૂઝ, રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને ડોક્ટરો અને સ્ટાફ દ્વારા જે રીતે ધમકાવીને ઢોરમાર મારવામાં આવ્યો છે. તેનો વિડીયો પણ વાઈરલ થયેલા છે. આ ઘટનામાં ડોકટર દર્દીની છાતી ઉપર બેસી જઈ તેને ધમકાવી રહ્યા છે. તેમજ દર્દીને ફડાકા મારી રહ્યા છે. તેમજ વિડીયોમાં સિક્યોરિટીનો સ્ટાફ હાથમાં ધોકા લઇને ઉભા છે. અને પગમાં સેફ્ટી શુઝ પહેરેલા છે. તેનાથી તેને અસહ્ય પીડા થાય તેવી રીતે ઢીકાપાટુનો માર મારી રહ્યા છે. તેમજ વિડીયોમાં દર્દીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ડાંગર, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, વિરોધપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, વલ્લભભાઈ પરસાણા, સંજયભાઈ અજુડીયા સહિતનાએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રિપોર્ટર. દિલીપ પરમાર.
રાજકોટ.