હિન્દ ન્યુઝ, અમરેલી
80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાવરકુંડલા રોડ સ્થિત શેલ્ટર હાઉસના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ જ્યારે અન્ય કાર્યક્રમ માટે રવાના થયા ત્યારે કારમાં બેસી ગયા બાદ તેમણે બહાર ઉપસ્થિત સ્થાનિક અગ્રણીઓને જોયા… તેમને મળવાની સહજ ઇચ્છાથી મુખ્યમંત્રીએ પોતાની કાર થોભાવી અને બહાર નીકળીને અગ્રણીઓ સાથે આત્મીયતાપૂર્ણ મુલાકાત કરી.
મુખ્યમંત્રીશ્રીની આ સહજ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો સાથે હળવાશભર્યો સંવાદ કર્યો. મુખ્યમંત્રીનો આ સરળ અને લાગણીસભર અભિગમ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો.
મુખ્યમંત્રીની સામાન્ય વ્યક્તિ અને સ્થાનિક અગ્રણીઓ પ્રત્યેની આત્મીયતા, સહજતા અને સરળતા તેમના વ્યક્તિત્વની આગવી ઓળખ છે.
