‘નારી વંદન ઉત્સવ’
હિન્દ ન્યુઝ, વલસાડ
જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, વલસાડ દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા નેતૃત્વ દિવસ” નિમિત્તે કપરાડા તાલુકા પંચાયત ખાતે મહિલા સરપંચો તથા બાલિકા પંચાયતની દીકરીઓ સાથે સન્માન અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત આનંદ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, કપરાડા દ્વાએઆ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારવામાં આવ્યા હતા. મહિલાઓ અને બાલિકાઓના નેતૃત્વ, ગ્રામ વિકાસમાં તેમની સક્રિય ભૂમિકા અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ બાલિકા પંચાયતની દીકરીઓને તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે પંચાયત વિભાગની કામગીરી, સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થા, ગ્રામ વિકાસ યોજનાઓ તથા પંચાયતની વિવિધ જવાબદારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
શ્રીમતી હસુમતીબેન દીવા, બાળ વિકાસ યોજના અધિકારી (સી.ડી.પી.ઓ.), કપરાડા દ્વારા બાલિકાઓના પોષણ, શારીરિક અને માનસિક વિકાસ, કિશોરી આરોગ્ય, શિક્ષણ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે બાલિકા પંચાયતની દીકરીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા, સમાજ વિકાસમાં સક્રિય ભાગ લેવા તેમજ પંચાયત અને સરકારી યોજનાઓમાં સહભાગી થવા માટે પ્રેરિત કર્યા હતા.
જીજ્ઞેશ પટેલ, જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર (DHEW), વલસાડ દ્વારા બાલિકા પંચાયતની રચના, હેતુ, જવાબદારીઓ અને તેની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિજ્ઞીશા પટેલ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ (DHEW), વલસાડ દ્વારા બાલિકા પંચાયતની વિવિધ પ્રવૃત્તિઓ, મહિલા નેતૃત્વ વિકાસ અને સામાજિક સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્નેહલ પટેલ, પી.બી.એસ.સી. કાઉન્સેલર, કપરાડા દ્વારા સેન્ટરની કામગીરી, મહિલાઓ અને બાળિકાઓ માટે ઉપલબ્ધ કાઉન્સેલિંગ સેવાઓ તથા વિવિધ સહાયકારી સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
સ્નેહાલી પટેલ, કેન્દ્ર સંચાલક, સખી વન સ્ટોપ સેન્ટર, વલસાડ દ્વારા મહિલા સુરક્ષા, કાનૂની સહાય, કાઉન્સેલિંગ અને પુનર્વસન સંબંધિત સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત બાલિકા પંચાયતની તમામ દીકરીઓને તાલુકા વિકાસ અધિકારીની કચેરી, મામલતદારની કચેરી, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) હોસ્પિટલ તથા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. અને નાગરિકોને આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા પોતાની કચેરીની કામગીરી, નાગરિકોને આપવામાં આવતી સેવાઓ અને શાસકીય વ્યવસ્થાની પ્રક્રિયા અંગે બાલિકાઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપસ્થિત તમામ બાલિકા પંચાયતની દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે કેપ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં મહિલા સરપંચો, બાલિકા પંચાયતની દીકરીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ હાજર રહેલ.સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાલિકાઓમાં નેતૃત્વ ક્ષમતાનો વિકાસ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પ્રત્યે જાગૃતિ, શાસકીય વ્યવસ્થાની સમજ અને સમાજના સર્વાંગી વિકાસમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો.
