જાણો વલસાડ વિશે કંઈક અવનવું, રસપ્રદ વાતો

હિન્દ ન્યુઝ, વલસાડ

🎂હેપ્પી બર્થ ડે વલસાડ 🎂

        ભારત દેશને વર્ષ ૧૯૪૭માં અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી ત્યારે આજનું ગુજરાત રાજ્ય કે આપણો ગૌરવવંતો વલસાડ જિલ્લો અલગ અસ્તિત્વ ધરાવતા ન હતાં. તે સમયનો સમગ્ર વિસ્તાર મુંબઈ રાજ્યનો ભાગ હતો. બાદમાં “મહા ગુજરાત આંદોલન”ના જ્વલંત સંઘર્ષ અને ગુજરાતપ્રેમી લોકચળવળના પરિણામે તા. ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને ગુજરાતી અસ્મિતાને નવી ઓળખ મળી. પરંતુ એ સમય સુધી વલસાડ જિલ્લાનું પોતાનું કોઈ અલગ અસ્તિત્વ નહોતું. દક્ષિણ ગુજરાતનો આ હરિયાળો અને સાંસ્કૃતિક વારસો ધરાવતો વિસ્તાર તે સમયે સુરત જિલ્લાનો એક ભાગ હતો. ત્યારબાદ તા. ૧ જૂન, ૧૯૬૪નો એ ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ આવ્યો, જ્યારે વલસાડ જિલ્લાની સત્તાવાર સ્થાપના થઈ અને દરેક વલસાડવાસીને પોતાની આગવી ઓળખ પ્રાપ્ત થઈ.

એટલે જ તા. ૧ જૂન માત્ર કેલેન્ડરની એક સામાન્ય તારીખ નથી, પરંતુ દરેક વલસાડવાસીના ગૌરવ, અસ્મિતા અને પોતાની ઓળખના ઉત્સવની તારીખ છે. આ દિવસ આપણા જિલ્લાનો “જન્મ દિવસ” છે. આ એ દિવસ છે કે, જ્યારે વલસાડે પોતાની આગવી ઓળખ સાથે વિકાસની નવી સફર શરૂ કરી હતી. 

પ્રકૃતિની અદભૂત સૌંદર્યતા, સમૃદ્ધ સંસ્કૃતિ, સાગરખેડુ પરંપરા, આદિવાસી વિરાસત, ઔદ્યોગિક વિકાસ અને શિક્ષણથી લઈને કૃષિ સુધી અનેક ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરતો આપણો જાજરમાન વલસાડ જિલ્લો આજે પણ પોતાના ગૌરવશાળી વારસાને જતનપૂર્વક સાચવી વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.

આ ગૌરવગાથા, ઇતિહાસ અને વલસાડની અવનવી રસપ્રદ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા દર સોમવાર અને શુક્રવારે સોશિયલ મીડિયા પર “કઈક નવું, કઈક ગૌરવભર્યું” પીરસવાનો પ્રયાસ કરવામાં આવશે.

તો ચાલો… વલસાડ સ્થાપના દિવસના આ પાવન અવસરેથી શરૂઆત કરીએ એ જાણવાથી કે, 

કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો આપણો ગૌરવવંતો વલસાડ જિલ્લો…

ભાગ ૧: વલસાડનો ઉદભવ

કોઈ જૂના શહેરનું નામકરણ કેવી રીતે થયું હશે એ કહેવું જરા મુશ્કેલ છે. એટલે એના નામ વિષે જેટલી પ્રચલિત માન્યતાઓ હોય તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ઈ.સ. ૧૩૦૦ પહેલાં વલસાડનો ઉલ્લેખ કયાંય જોવા મળતો નથી. અહીંના કેટલાક વિદ્વાનોનો મત એવો છે કે, આ સ્થળનું અસલ નામ “ન્યગ્રોધપુર” હતું. સંસ્કૃતમાં ‘ન્યગ્રોધ’ એટલે ‘વડ’ એવો અર્થ થાય છે. વલસાડ શબ્દમાં આવતો ‘વલ’- ‘વડ’ લક્ષમાં રાખીને કોઈકે ન્યગ્રોધપુર નામની કલ્પના

Related posts

Leave a Comment