ગુજરાતે નાળિયેરની ખેતીમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાવ્યું.

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ટેન્ડર કોકોનટની વધતી માંગ અને દરિયાકાંઠાના વિસ્તરણને કારણે ગુજરાતે નાળિયેરની ખેતીમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાવ્યું.

ગુજરાતમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન છેલ્લાં બે વર્ષમાં 20% વધ્યું; રાજ્યના આશરે 28,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરની ખેતી કરવામાં આવે છે કે જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, નવસારી, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો મહત્ત્વનો ફાળો, વર્ષ 2024-25ના આંકડા મુજબ રાજ્યમાં ટેન્ડર કોકોનટની સરેરાશ ઉત્પાદકતા આશરે 9.26 હજાર પ્રતિ હેક્ટર છે.
ગુજરાતમાં પરંપરાગત પાકો ઉપરાંત બાગાયતી પાકો અને મૂલ્યવર્ધિત ખેતીને સતત પ્રોત્સાહન મળતા ખેડૂતોની આવકમાં વધારો થયો છે; ગીરના યુવા ખેડૂત દિનેશ સોલંકીએ અનોખા પ્રયોગથી નાળિયેર ઉત્પાદનમાં અનેક ગણો વધારો કર્યો, વાર્ષિક આવક ₹12–15 લાખ સુધી પહોંચી.

Related posts

Leave a Comment