હિન્દ ન્યુઝ, ગાંધીનગર
બિલ માત્ર કાનૂની સુધારાનો વિષય નથી, પરંતુ સામાજિક ન્યાય અને સમાનતાની દિશામાં એક દૃઢ સંકલ્પનું પ્રતિબિંબ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી ના નેતૃત્વમાં રજૂ થયેલ સમાન નાગરિક સંહિતા-UCC બિલ દ્વારા સમાજમાં સમાન અધિકાર, સ્ત્રી સશક્તિકરણ અને કાનૂની પારદર્શિતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન થયો છે.
એક પત્ની-એક પતિ વ્રતથી લઈને છૂટાછેડા, ભરણપોષણ અને વારસાના સમાન હક્ક સુધી-આ બિલ સમાજમાં સમાનતા અને ન્યાયની નવી દિશા નિર્ધારિત કરે છે. આ બિલ સ્ત્રીઓના અધિકારોની સુરક્ષા અને ગેરમાનવીય પ્રથાઓના અંત માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ છે.
સમાન નાગરિક સંહિતા
બિલ ભવિષ્યમાં વધુ સુસંગત, સમાન અને સશક્ત ગુજરાતના નિર્માણ માટે માઈલસ્ટોન સાબિત થશે.
