વીજપડી બાયપાસનો શુભારંભ કરતા ધારાસભ્ય કસવાલા

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા 

       સરકાર માંથી જોબ નંબર આવી ગયા બાદ અટકી પડેલા કામોની અગ્રતા અને વિકાસની હરણફાળ ભરવામાં હંમેશા અગ્રેસર રહેનાર કર્મનિષ્ઠ ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા મંજુર કરાવેલ 1 કરોડને 60 લાખના ખર્ચે વીજપડી બાયપાસ અને વીજપડી મેઇન બજારમાં સી.સી રોડ તથા HP દ્રેઇનના બે તબક્કાના કામોમાં એક તબક્કાનું કામ પૂર્ણ થતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વીજપડી બાયપાસ રોડનું શુભારંભ કરયું હતું અને સાથો સાથ કસવાલા જણાવ્યું હતું કે, 50 વર્ષ પછી વીજપડી વાસીઓને ટ્રાફિકની સમસ્યા માંથી મુક્તિ મળી છે અને હજુ વીજપડી વાસીઓ માટે બાકીના વિકાસ કામો હાથ ધરવામાં આવશે. તેમજ બાકી રહેલ વીજપડી મેન બજારમાં સીસી રોડ તથા HP દ્રેઇનના કામનું શુભારંભ થયું હતું.

     આ શુભકાર્યમાં ધારાસભ્ય કસવાલાની સાથે તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, વીજપડી ગામના આગેવાન હરેશભાઈ ભુવા, નીતિનભાઈ નગદીયા, વિજયભાઈ ચાવડા, સરપંચ ભરતભાઈ ગીગૈયા, માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીઓ અને બાવળી સંખ્યામાં ગ્રામજનો અને ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ “અટલધારા” કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હિરપરા ની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

 

Related posts

Leave a Comment