બરોડા મેનેજમેન્ટ એસોશિયેશન દ્વારા આયોજિત ‘BMA’s Startup Synergy’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતે બરોડા મેનેજમેન્ટ એસોશિયેશન દ્વારા આયોજિત ‘BMA’s Startup Synergy’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી મનોજ જોશી, સાંસદ તેમજ ધારાસભ્યઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ અવસરે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં ₹5,11,101 નો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી રહ્યો છે. તેમણે પોતાના નાવિન્યસભર વિચારો દેશ અને દુનિયા સમક્ષ મુકી રહેલ New Age Power એવા યુવા ઉદ્યોગ સાહસિકોને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવા ઉપરાંત ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણનું પણ જતન-સંવર્ધન કરવા અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment