હિન્દ ન્યુઝ, ગુજરાત
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને સર્વગ્રાહી વિકાસના 23 વર્ષની ઉજવણીના ‘વિકાસ સપ્તાહ’ ના ભાગરૂપે આજે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવશ્રી મુખ્યમંત્રીના સચિવ તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સંપૂર્ણ યોગદાન આપવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
અત્રે ઉલેખ્ખનીય છે કે, તત્કાલિન મુખ્યમંત્રી અને અત્યારના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તા.7 ઓક્ટોબર, 2001 ના દિવસે શપથ લઈને રાજ્યના સર્વાંગી વિકાસની શરૂઆત કરી હતી. વિકાસની આ પરંપરાને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ટીમ ગુજરાત દ્વારા રાજ્યનો અવિરત વિકાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં ગુજરાત સહિત સમગ્ર દેશના નાગરિકો તા.7 થી 15 ઓક્ટોબર સુધી યોજાઈ રહેલ ‘વિકાસ સપ્તાહ’ દરમિયાન ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેશે.