૨૪ ઓક્ટોબરે કલેકટર કચેરી, ભાવનગર ખાતે જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ઓક્ટોબર-૨૦૨૪ માસનો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૧૦/૨૦૨૪ને ગુરૂવારના રોજ સવારે ૧૧: ૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાશે. 

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજૂઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.જેની જાહેર જનતાએ નોંધ લેવા નિવાસી અધિક કલેકટર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment