જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર

   જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી- જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં કિશોરી અને મહિલા જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. લાલપુર તાલુકામાં સ્થિત શ્રી આર.એલ.છત્રોલા શિશુમંદિરની દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કિશોરીઓમાં કુપોષણ અટકાવવા માટેના પગલાં, ગુડ ટચ એન્ડ બેડ ટચ વિશેની માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં 50 જેટલી દીકરીઓ સહભાગી બની હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય, સ્ટાફ મિત્રો, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર અલ્પાબેન, અસ્મિતાબેન સાદિયા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફગણ હાજર રહયા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

Related posts

Leave a Comment