પોક્સોના કાયદાની જાગૃતિ માટે યુનિસેફના સહયોગથી તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ થી તા.૨૦ ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન જિલ્લાની શાળા અને કોલેજોમાં જાગૃતિ કાર્યકમ યોજાશે

હિન્દ ન્યુઝ,

નામદાર ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરીટી (જી.એસ.એલ.એસ.એ.) અમદાવાદ દ્વારા પોક્સોના કાયદાનો લોકો સુધી વધુ અને વધુ પ્રચાર અને પ્રસાર થાય અને તે અંગે જાગૃતિ આવે તે માટે યુનિસેફ અને SAUHAD ના સહયોગથી ખાસ કરીને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ જેઓ આપણા સમાજ અને દેશનું આવતીકાલનું ભવિષ્ય છે અને જેઓ સારા માર્ગે જાય અને દેશ અને સમાજને લાભ થાય તેવા કામ કરે એવા આશ્રયથી તા.૨૬/૦૯/૨૦૨૨ થી તા.૨૦/૧૦/૨૦૨૨ દરમિયાન સમગ્ર ગુજરાતની તમામ શાળા- કોલેજો સહિત ભાવનગર જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં પોક્સોના કાયદાનો પ્રચાર-પ્રસાર થાય તે માટે સમગ્ર જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ડીએલએસએ), ભાવનગર તેમજ જિલ્લાના તમામ તાલુકામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં એન.જી.ઓ., લો-સ્ટુડન્ટ (કાયદાના વિદ્યાર્થીઓ), સામાજીક સંસ્થાઓએ જો સહકાર આપવાં માંગતા હોય તો ડી.એલ.એસ.એ.ના સેક્રેટરી, એસ.એન.ઘાસુરા ટેલિફોન નંબર-0278- 2521400 ઉપર અને જિલ્લા અદાલતની કચેરીના સરનામેઃ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (ડી.એલ.એસ.એ.), પહેલો માળ, ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડિંગ, ફેમિલી કોર્ટ પાછળ, જિલ્લા અદાલત, હાઇકોર્ટ રોડ, ભાવનગરનો સંપર્ક કરવાં ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર ના સચિવશ્રી એસ.એન.ઘાસુરાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment