હિન્દ ન્યુઝ, ભાવનગર
વડાપ્રધાનના ભાવનગર જિલ્લાના સંભવિત કાર્યક્રમ સંદર્ભે કરવાના થતાં આયોજન બાબતે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ તથા રસાયણ અને ખાતર, ભારત સરકારના કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા, શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી જીતુભાઇ વાઘાણી, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના મંત્રી કિરીટસિંહ રાણા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં આવતીકાલ એટલે કે તા.૧૯/૦૯/૨૦૨૨ ના રોજ ૧૬-૦૦ કલાકે, આયોજન હોલ, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ છે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી