ટુ-વ્હીલર (મોટર સાયકલ) વાહનો માટે સુવર્ણ-ગોલ્ડન અને રજત-સીલ્વર નંબર મેળવવા માટે ઓનલાઇન ઈઓકશન અરજી કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ

આર.ટી.ઓ. કચેરીમાં ટુ-વ્હીલર (મોટર સાયકલ) વાહનો માટે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-EP, GJ-12-DL, GJ-12-DN, GJ-12-DP, GJ-12-DQ, GJ-12-DR, GJ-12-EA, GJ- 12-EB, GJ-12-EC, GJ-12-ED, GJ-12-EF, GJ-12-EG, GJ-12-EH, GJ-12-EJ, GJ-12-EK, GJ-12- EM, GJ-12-EN નંબરોનું રીઓકશન શરૂ કરવામાં આવનાર હોઇ, રીઓકશન પ્રોસેસ માટે ઓનલાઇન અરજી કરવાની તા.૧૬/૯/૨૦૨૨ના સાંજે ૪ કલાકે, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૮/૯/૨૦૨૨ના સાંજે ૩-૫૯.૦૦ કલાકે અને ઈઓકશન શરૂ તા.૧૮/૯/૨૦૨૨ ઈઓકશન સમાપ્ત તા.૨૦/૯/૨૦૨૨ના સાંજે ૪ કલાકે. સુવર્ણ-ગોલ્ડના નંબર માટે રૂ.૮,૦૦૦/- નંબરોમાં ૧, ૫, ૭, ૯, ૧૧, ૯૯, ૧૧૧, ૩૩૩, ૫૫૫, ૭૮૬, ૯૯૯, ૧૧૧૧, ૧૨૩૪, ૨૨૨૨, ૩૩૩૩, ૪૪૪૪,૫૫૫૫, ૭૭૭૭,૮૮૮૮, ૯૦૦૦,૯૦૦૯, ૯૦૯૦, ૯૦૯૯, ૯૯૦૯,૯૯૯૦,૯૯૯૯ અને રજત- સીલ્વર નંબર મેળવવા માટે રૂ.૩૫૦૦/- નંબરોમાં ૨,૩,૪,૮,૧૦,૧૮,૨૭,૩૬,૪૫,૫૪,૬૩,૭૨,૮૧,૯૦,૧૦૦,૧૨૩,૨૦૦,૨૨૨,૨૩૪,૩૦૦,૪૦૦,૪૪૪, ૪૫૬,૫૦૦,૫૬૭,૬૦૦,૬૭૮,૭૦૦,૭૮૯,૮૦૦,૮૮૮,૯૦૦,૯૦૯,૧૦૦૦,૧૦૦૧,૧૦૦૮,૧૧૮૮,૧૮ ૧૮,૧૮૮૧,૨૦૦૦,૨૩૪૫,૨૫૦૦,૨૭૨૭,૨૭૭૨,૩૦૦૦,૩૪૫૬,૩૬૬૩,૪૦૦૦,૪૪૫૫,૪૫૪૫,૪૫ ૫૪,૪૫૬૭,૫૦૦૦,૫૦૦૫,૫૪૦૦,૫૪૪૫,૫૪૫૪,૬૦૦૦,૬૩૩૬,૬૩૬૩,૬૭૮૯,૭૦૦૦,૭૦૦૭,૭૨ ૨૭,૭૨૭૨,૮૦૦૦,૮૦૦૮,૮૦૫૫,૮૧૧૮,૮૧૮૧ તેમજ અન્ય ઉપર દર્શાવેલ સી.નં.૧. અને ૨. સિવાયના નંબરો માટે રૂ.૨૦૦૦/- રહેશે. ઉપરોકત નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા http://parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર મેનરની કચેરીના પરિપત્ર ક્રમાંક ન.આઈ.ટી. પસંદગી નંબર Online auction/૭૪૨૧, તા.૧૨/૧૦/૨૦૧૭ Appendix-A (આ સાથે સામેલ છે) ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું શે (Process flow સામેલ છે). આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઇ નંબર નહી મેળવે અથવા ઉપબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર મેળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ગણના ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે ૨જીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે, જેની સામે અરજદાર કોઇ વાંધો લઇ શકશે નહી. ખાસ સ્પષ્ટતા કરવાની કે, આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઇ જોગવાઇ નિયમોમાં કરવામાં આવેલ નથી. કામચલાઉ નોંધવી પ્રમાણપત્ર પુરું થયા બાદ તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અરજદારએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણા જમાં કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલી રકમ (Base price)ને જપ્ત રી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદારથી કોઇ વાંધો લઇ શકશે નહીં. ઓનલાઇન ઓકશન દરમિયાન અરજદારએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. સફળ અરજદારએ રિફંડ માટે જે તે અરજદારના ખાતામાં SBI e- pay દ્વારા અત્રેની ક્યુરી દ્વારા પરત કરવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ. દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment