ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

હિન્દ ન્યુઝ, વિરમગામ

 વિરમગામ મદદનીશ પોલીસ અધિક્ષક ડૉ. લોવીના સિન્હા વિરમગામ વિભાગ વિરમગામ ઓના માર્ગદર્શન અનુસાર વિરમગામ ટાઉન પો. સ્ટે વિસ્તારમાં પ્રોહી-જુગારની પ્રવુતિ ઓ સદંતર નેસનાબુદ કરવા પો. સ.ઇ જી.આર.સૈયદ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન નાંઓને ટીમ બનાવી પ્રોહી / જુગાર ડ્રાઇવ અનુસંધાને ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન વિરમગામ ટાવર પાસે આવતા આ.પો.કો.રાકેશકુમાર
માધવજીભાઈ નાઓને ખાનગી રહે બાતમી મળેલ કે, વિરમગામ પંડ્યા ફળી ખાતે રહેતા મુકેશભાઈ પ્રશોતમ ભાઈ પટણી (સોની) પોતાનાં મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છૂપાવી રાખેલ છે જે સદર બાતમીના આધારે સદર જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા આ કામના આરોપી મુકેશભાઈ પ્રશોતમ ભાઈ પટણી (સોની) રહે.વિરમગામ પંડ્યા ફળી, તા. વિરમગામ નાઓ પોતાના કબ્જા ભોગવાટવાળા રહેણાક મકનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની સિલ્પેક કાચની નાની – મોટી બોટલો નંગ- 50 જેની કુલ કિંમત 28,800/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતો આરોપી મુકેશભાઈ પ્રશોતમ ભાઈ પટણી (સોની) સામે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન માં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : નસીબ મલેક વિરમગામ

Related posts

Leave a Comment