ડભોઇ માં ભક્તિ નિધિ ઇનકોર્પોરેશન ન્યૂ જર્સી યુ.એસ.એ દ્વારા ઓકિસજન મશીનબેંક નું લોકાર્પણ

હિન્દ ન્યૂઝ, ડભોઇ 

    ડભોઇ ઝારોલાની વાડી ખાતે શ્રી ભક્તિ નિધિ ઇનકોર્પોરેશન ન્યૂ જર્સી યુ.એસ.એ દ્વારા ઓક્સિજન મશીન બેંકની સ્થાપના કરેલ જેનું લોકાર્પણ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કોરોનાવાયરસની ત્રીજી લહેર માં કોઈ તકલીફ ન પડે તે માટે આ તૈયારી ના ભાગરૂપે આ સંસ્થા દ્વારા ૧૦૧ ઓક્સિજન કોન્સન્ટેટર મશીનોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે ખૂબ ગૌરવ ની બાબત છે કારણ કે આ મશીન નજીવી ડિપોઝિટ લઈને આ મશીને જરૂરીયાત મંદ વ્યક્તિના ઘરે પહોંચતું કરવામાં આવશે અને આ મશીન જ્યારે પાછું આપવામાં આપશે ત્યારે તેઓને તેમણી ડિપોઝીટ પરત આપવામાં આવશે. એટલે કે આ સેવા તદ્દન ફ્રી માં પૂરી પાડવામાં આવશે. ડભોઇ નગર અને તાલુકાની પ્રજાને સાથોસાથ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને આ સેવાનો લાભ મળશે. કોરોના વાયરસ ની અગાઉની લહેરમાં ઓક્સિજનની ખૂબ જરૂરિયાત પડી હતી પરંતુ ઓક્સિજન સમયસર પૂરતો ન મળતાં મૃત્યુ આંક વધી ગયો હતો. નવી ત્રીજી લહેર કોરોના વાયરસની આવશે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહેલ છે જેની તૈયારીના ભાગરૂપે ‘ ન્યૂ જર્સી યુએસએ ‘ માં વસતા ડભોઇના પંકજભાઈ શેઠને આ અંગે વિચાર આવતા તેઓએ વિદેશ માં વસતા ભારતીયો દ્વારા સંચાલિત સંસ્થા શ્રી ભક્તિ નિધિ ઇનકોરર્પોરેશન ન્યૂ જર્સી યુ.એસ.એ ને આ અંગે જણાવતા મઆ સંસ્થા દ્વારા ડભોઇ ખાતે ઓક્સિજન મશીન બેંકની સ્થાપના કરવામાં આવી હતી.

જેનું આજરોજ લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન પંકજભાઈ શેઠ સાથે જિલ્લા ભાજપના મહામંત્રી ડો. બી. જે. બ્રહ્મભટ્ટ, ડભોઇ શહેર પ્રમુખ ડો.સંદીપ શાહ, ડભોઇ નગરપાલિકાના સદસ્યો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઇ તેમજ વડોદરા ખાતે ઓક્સિજન મશીનો વિનામુલ્યે મેળવવા માટે હિતેશ .વી .શાહ શ્રીનાથજીની હવેલી સી ૨૩ તુલસી સોસાયટી પૂનમ કોમ્પલેક્ષ વાઘોડિયા રોડ ખાતે સંપર્ક કરવો. મોબાઇલ નંબર : ૯૪૨૬૩૪૫૬૬૯ અને ડભોઇ તેમજ ડભોઇ તાલુકા ખાતે મેળવવા માટે ચેતન જી શાહ પંકજ શેઠ નું નિવાસસ્થાન શેઠ ની ખડકી કંસારા બજાર મોબાઇલ નંબર :૯૪૨૮૮૭૮૧૨૩ પર સંપર્ક કરવો. 

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment