ગાંધીનગર સચિવાલય ખાતેથી ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું પ્રસ્થાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ‘રાષ્ટ્રીય એકતા દિવસ – 2026’ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતા નગર માટે ફ્લેગ ઓફ કરાવી. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી, યુપી, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો અને CAPFના બાઇકર્સ સહભાગી થયા; રૂટ પર વિવિધ સ્થળોએ જનજાગૃતિ અને નશામુક્તિના સંકલ્પ કાર્યક્રમો થકી યુવાનોને નશાથી દૂર રહેવા નાગરિકોને પ્રેરિત કર્યા… ‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ના સંદેશ સાથે દેશભરમાંથી આવેલી વિવિધ ટીમો આજે કેવડિયા પહોંચશે: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક “Say No to Drugs, Say Yes to Life”ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ વિભાગના…

Read More

એકતાનગરમાં આરોગ્ય સેવાઓ હવે ‘ઓન વ્હીલ્સ’!

હિન્દ ન્યુઝ, નર્મદા   રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગનો સરાહનીય અભિગમ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફથી સજ્જ પાંચ બાઈક એમ્બ્યુલન્સ સામાન્ય તકલીફોમાં સ્થળ પર જ ત્વરિત અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવા ઉપલબ્ધ. બાઈક એમ્બ્યુલન્સ ટીમો સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહીને ખાંસી, શરદી, તાવ, શરીરનો દુખાવો સહિતની સામાન્ય આરોગ્યલક્ષી તકલીફોમાં તબીબી સહાય પૂરી પાડે છે.

Read More

જામનગર સરકારી ડેન્ટલ કોલેજ ખાતે રૂ. ૨૬ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન ‘ગર્લ્સ હોસ્ટેલ’નું ઈ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત સરકારી ડેન્ટલ કોલેજ, જામનગર ખાતે વિદ્યાર્થિનીઓ માટે અંદાજે રૂ. ૨૬ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અદ્યતન નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ આરોગ્ય વિભાગના ગાંધીનગર ખાતેના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વર્ષ ૧૯૯૧માં સ્થપાયેલી સરકારી ડેન્ટલ કોલેજ ખાતે હાલ સ્નાતકના ૧૨૫ તેમજ અનુસ્નાતકના વિદ્યાર્થીઓના અભ્યાસ અને એડમિશનને ધ્યાને રાખીને, જામનગર જિલ્લાના વરિષ્ઠ નેતાશ્રીઓના સઘન પ્રયાસોથી…

Read More

ડાંગ જિલ્લાની સ્થગિત સહકારી મંડળીઓ અંગે સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવા જાહેર સુચના

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લાની યાદી મુજબની સહકારી મંડળીઓ હાલમાં સ્થગિત અવસ્થામાં હોવાનું જણાયું છે. આ મંડળીઓની હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરી આગળની કાર્યવાહી હાથ ધરવા માટે, સંબંધિત મંડળી ચાલુ રાખવાની છે કે બંધ કરવાની છે તે અંગે મૂલ્યાંકન કરી સ્પષ્ટ અભિપ્રાય મેળવવો જરૂરી બન્યો છે. આથી સંબંધિત મંડળીઓના હોદ્દેદારોને જણાવવામાં આવે છે કે, જિલ્લાની કુલ ૨૧૪ મંડળીઓને નોટિસ મળ્યેથી દિન-૧૦ માં જો મંડળી ચાલુ રાખવાની હોય તો તે અંગેનો લેખિત અભિપ્રાય, અથવા મંડળી બંધ કરવાની હોય તો તે અંગેનો સ્પષ્ટ લેખિત ઠરાવ તથા સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો સાથે…

Read More

ડાંગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે હથિયારોની હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, ડાંગ   ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી, દિવાળી તહેવાર અને નવા વર્ષની ઉજવણી ભાઈબીજ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે સમગ્ર ડાંગ જિલ્લામાં ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૭ (૧) અન્વયે હથિયારોની હેરાફેરી ઉપર તા. ૦૯ નવેમ્બર ૨૦૨૬ સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.એમ.જણકાટ (જી.એ.એસ.) દ્વારા હથિયારની હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.   જેમાં નીચે મુજબના કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. (ક) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ઘોકા, છરી, બંદૂક, લાકડી, લાઠી,…

Read More

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લો ડાંગ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લામાં યોગ અને ધ્યાન શિબિરો યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ અને ધ્યાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ; કે.જી.બી.વી. સ્કૂલ, આહવા; આદર્શ નિવાસી શાળા, વઘઈ તથા સરકારી કન્યા છાત્રાલય, ડ્રાય, વઘઈ ખાતે આ શિબિરો યોજાઈ હતી. આ તમામ કાર્યક્રમોમાં શાળા-કોલેજના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન યોગ અને ધ્યાનના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય જાળવવાની સાથે માનસિક શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક જીવનશૈલી…

Read More

GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, પાટણ આ સુવિધાથી દર્દીઓને લેબોરેટરી રિપોર્ટ સીધા વોટ્સએપ પર ઉપલબ્ધ થશે, જેથી હોસ્પિટલની વારંવાર મુલાકાત લેવાની જરૂરિયાત ઘટશે અને સમય તથા મુસાફરી ખર્ચની બચત થશે.

Read More

મહીસાગર જિલ્લાના આંજણવા ગામે એમજીવીસીએલ દ્વારા વીજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર    મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) લુણાવાડા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર શ્રી યુ. એ. સોલંકીના અધ્યક્ષસ્થાને સંતરામપુર તાલુકાના આંજણવા ગામ પંચાયત પરિસરમાં વીજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Read More

ડાંગ જિલ્લામાં પીએમ કિસાન કાર્યક્રમ અને રાષ્ટ્રીય એકતા દિવસના આયોજન સંદર્ભે કલેક્ટર એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ    આગામી તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય મહોત્સવના અનુસંધાને ડાંગ જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી વિવિધ જનકલ્યાણકારી અને રાષ્ટ્રભાવના પ્રેરક કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે વડાપ્રધાનશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં…

Read More

વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટીશ ભરતી મેળો યોજાયો: ૨૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

હિન્દ ન્યુઝ, વડોદરા ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત રોજગાર અને તાલીમ નિયામક કચેરી હસ્તકની મદદનીશ રોજગાર નિયામકની કચેરી, વડોદરા દ્વારા આજે એક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના તરસાલી સ્થિત આઈ.ટી.આઈ. કેમ્પસમાં આવેલા આઈ.ટી.સી. બિલ્ડિંગના પ્રથમ માળે સવારે ૧૦:૦૦ વાગ્યાથી આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી મેળામાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, સેલ્સ અને ઇન્સ્યોરન્સ સેક્ટરની પ્રતિષ્ઠિત ૮ સંસ્થાઓ અને કંપનીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કંપનીઓ દ્વારા ઓપરેટર, ટેકનિશિયન, રિલેશનશિપ ઓફિસર, સેન્ટર એસોસિએટ અને ટ્રેઇની જેવી વિવિધ સંવર્ગની કુલ ૧૪૦…

Read More