હિન્દ ન્યુઝ, આણંદ આણંદ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટી અને ન્યુ વલ્લભ વિધાનગર ખાતે આવેલ એસ.જી.પટેલ આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સિટી સ્થિત હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક ‘સુવર્ણપ્રાશન કેમ્પ’ યોજાયો હતો. વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામક ડૉ. ડી. એચ. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પનો મુખ્ય હેતુ નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનો અને સ્વાસ્થ્ય રક્ષણ કરવાનો હતો. આ કેમ્પમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પેન્શનરો, ફાર્મ મજૂરો તેમજ યુનિવર્સિટી વસાહત (કેમ્પસ) ખાતે રહેતા પરિવારજનોના ૦ થી ૧૫ વર્ષની વયજૂથના બાળકોને આવરી લેવામાં…
Read MoreCategory: Gujarat
આણંદ જિલ્લામાં ૧૯૬૨ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાનો ૧૦મા વર્ષમાં મંગળ પ્રવેશ
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને GVK EMRIના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાએ તા.૦૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક ૯ વર્ષ પૂર્ણ કરી ૧૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. નિરાધાર, બિનવારસી તેમજ ઈજાગ્રસ્ત અબોલ પશુ-પક્ષીઓ માટે આશાનું કિરણ બનેલી આ હેલ્પલાઇન આજે માત્ર એક ઈમરજન્સી સેવા ન રહેતા મૂંગા જીવો માટે સાચા અર્થમાં જીવનદાયી સહારો પુરવાર થઈ રહી છે. છેલ્લા નવ વર્ષની અવિરત અને નિઃસ્વાર્થ સેવા દરમિયાન ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન દ્વારા આણંદ જિલ્લામાં કુલ ૨૦,૦૯૧થી વધુ પશુઓ અને પક્ષીઓને સ્થળ પર જ સમયસર નિઃશુલ્ક સારવાર પૂરી…
Read Moreતા.09 ઓક્ટોબરના રોજ આણંદ તાલુકાના સારસા, ઉમરેઠ તાલુકાના સૈયદપુરા, પેટલાદ તાલુકાના પાડગોલ, બોરસદ તાલુકાના રાસ,ખંભાત તાલુકાના નગરા અને તારાપુર તાલુકાના વરસડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 09 ઓક્ટોબર શુક્રવારના રોજ સવારના 9-00 કલાકથી આણંદ તાલુકાના સારસા…
Read Moreબોરસદ ખાતે ₹ 340 લાખના ખર્ચે તૈયાર થનાર તાલુકા હેલ્થ ઓફિસ અને શહેરી અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરતા મંત્રી રમણભાઈ સોલંકી
આણંદ જિલ્લાના બોરસદ તાલુકા ખાતે નાગરિકોને સુવિધાજનક અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂપિયા રૂ. ૩૪૦ લાખના ખર્ચે નિર્માણ થનાર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય કચેરીનું અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે રૂપિયા રૂ. ૧૮૦ લાખના ખર્ચે તૈયાર થનાર અર્બન હેલ્થ સેન્ટર અને રૂ. ૧૬૦ લાખના ખર્ચે નિર્માણ થનાર તાલુકા આરોગ્ય કચેરી બોરસદનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે બોરસદ ખાતે તાલુકા આરોગ્ય કચેરી તથા નવીન…
Read Moreબોરસદ તાલુકાના રણોલી અને કિંખલોડમાં ખાતે’ કુલ રૂ.90 લાખના ખર્ચે નિર્માણ થનાર 02 આયુષ્માન આરોગ્ય મંદિરનુ મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમુહુર્ત કરાયુ
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના આશયથી ૦૨ ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’ના ખાતમુહૂર્ત ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે કરાયુ હતું. આ પ્રસંગે રૂ.૪૫.૦૦ લાખના ખર્ચે રણોલી ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર-રણોલી તથા રૂ.૪૫.૦૦ લાખના ખર્ચે કીંખલોડ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર- કીંખલોડ મળી કુલ રૂ.૯૦ લાખના ખર્ચે નિર્માણ થનાર આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નિર્માણથી સમાવિષ્ટ વિસ્તારના નાગરિકોને સ્થાનિક ધોરણે જ…
Read Moreબોટાદના બાગાયત વિભાગ દ્વારા ફળ-શાકભાજી પરિરક્ષણ અંગે બે દિવસીય તાલીમ શિબિર યોજાઈ
બોટાદ બોટાદના નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા મહિલા વૃતિકા સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે બહેનોને ફળ અને શાકભાજીના પરિરક્ષણ (કેનિંગ) તથા મૂલ્યવર્ધન અંગે બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી ૩૧ જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન તાલીમાર્થી બહેનોને વિવિધ ફળ અને શાકભાજીમાંથી ઘરગથ્થુ તેમજ વ્યવસાયિક ઉપયોગ માટે પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત બનાવટો તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં લસણનું અથાણું, જૂર-લીંબુનું અથાણું, કારેલાનું અથાણું, કેરીનું શરબત, સફરજનનો જામ, સિન્થેટિક વિનેગર, ટામેટા સોસ, ટોપરાનાં લાડુ સહિતની…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લાની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે કલાકારોની વયમર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ સુધીની જયારે નવરાત્રી રાસ સ્પર્ધા માટે કલાકારોની વય મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષની રહેશે. પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએથી રૂબરૂ મેળવી સુવાચ્ય અક્ષરે ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૩૦/૦૯/૨૦૨૬…
Read Moreસેવા મેરા યોગદાન અંતર્ગત ઉના વૃદ્ધાશ્રમમાં ફ્રૂટ અને ધાબળા વિતરણ કરાયા
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન વિશેષ. સેવા સંકલ્પ અભિયાન ના ભાગરૂપે સેવા મેરા યોગદાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓની ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં ઉના ખાતે વૃધ્ધ કલ્યાણ સંસ્થા આશ્રય વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ફ્રૂટ કીટ તથા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યમાં મામલતદાર ઉના, જિલ્લા સમાજ સુરક્ષાના અધિકારી તેમજ ધારાસભ્યના કાર્યાલયમાંથી પ્રતિનિધિ સહિત અગ્રણીઓ જોડાયા હતાં.
Read Moreસૂત્રાપાડા ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી
ગીર સોમનાથ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સૂત્રાપાડા ચ્યવન ઋષિ આશ્રમ ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબેન બાંભણિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન ધનવન્તરીનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કેમ્પ મારફતે વૃદ્ધાવસ્થામાં આરોગ્ય કાળજી, આરોગ્યલક્ષી પ્રશ્નોમાં આયુર્વેદ-હોમિયોપેથી સારવાર અને માર્ગદર્શન, સાયટિકા તેમજ જૂના સાંધાના રોગોમાં તાત્કાલીક લાભકારક અગ્નિકર્મ ચિકિત્સા, આયુર્વેદ અનુસાર જીવનશૈલી અપનાવી અને ખાવા-પીવાની ભોજનલક્ષી સાચી રીત તેમજ યોગાભ્યાસ દ્વારા તંદુરસ્ત રહેવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયુષ નિદાન સારવાર કેમ્પમાં ગેસ,…
Read Moreગારીયાધાર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ૬૮૦ લાભાર્થીઓનો નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો….
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગત તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) ના સહયોગથી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના ઉપસ્થિતિમાં ૬૮૦ વયોવૃદ્ધ લાભાર્થીઓને રૂપિયા ૬૧ લાખથી વધુના નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કેમ્પ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના એમ.ડી. પટેલ હાઈસ્કૂલ , ગારીયાધાર ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કુશળ નેતૃત્વમાં અનેક જન કલ્યાણકારી યોજનાઓ ધરાતલ પર ઉતરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એ સૂત્રને સાર્થક કરતા…
Read More