હિન્દ ન્યુઝ, વડોદરા ભારતની રાજદ્વારી મુલાકાતે આવેલા જર્મની પાસેના રાજ્ય લિચેસ્ટેનના રાજકુમાર અલોઇસ તથા રાજકુમારી શ્રી સોફીનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સચિવ જ્વલંત ત્રિવેદી, કલેકટર ડો. અનિલ ધામેલિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી આ કાફલો મંજુસર સ્થિત એક કંપનીની મુલાકાતે રવાના થયા હતા.
Read MoreAuthor: Admin
સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય રક્ષામાં વડોદરા જિલ્લાની ઊંચી ઉડાન
હિન્દ ન્યુઝ, વડોદરા ‘એનિમિયા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાએ આરોગ્ય ક્ષેત્રે એક મોટી સફળતા હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાની તમામ સગર્ભા માતાઓને આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ પૂરી પાડવાની ઉમદા કામગીરીમાં વડોદરા જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમે રહ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન જિલ્લાની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ વડોદરા જિલ્લાની આરોગ્ય ટીમને સત્તાવાર રીતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આગવી વ્યૂહરચના, વિવિધ સરકારી વિભાગો વચ્ચેનું શ્રેષ્ઠ આંતરવિભાગીય સંકલન અને ક્ષેત્ર સ્તરે કરવામાં આવેલા સતત મોનિટરિંગને કારણે આ…
Read Moreલિચેસ્ટેનના રાજકુમાર અલોઇસ અને રાજકુમારી સોફી વડોદરાની લીધી મુલાકાત
હિન્દ ન્યુઝ, વડોદરા ભારતની રાજદ્વારી મુલાકાતે પધારેલા જર્મની નજીક આવેલા યુરોપિયન દેશ લિચેસ્ટેનના રાજકુમાર અલોઇસ તથા રાજકુમારી સોફીએ વડોદરા જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ સાવલી સ્થિત હિલ્ટી ઇન્ડિયા પ્લાન્ટની મુલાકાત લઈ કંપનીની કામગીરી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી. સાવલી સ્થિત હિલ્ટી ઇન્ડિયા પ્લાન્ટ ખાતે રાજકુમાર અલોઇસ તથા રાજકુમારી સોફીએ કંપની દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ ઉત્પાદન પ્રક્રિયાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કંપનીના અધિકારીઓ દ્વારા તેમને ઉત્પાદન એકમની કામગીરી, ઉત્પાદન પ્રક્રિયા તથા ઔદ્યોગિક ક્ષેત્રે કંપનીની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાત…
Read Moreસુરતના કોસમાડા ખાતે નિર્માણ પામનાર ‘ઇસ્કોન વરાછા મંદિર’નો ભવ્ય શિલાન્યાસ અને સત્કાર સમારોહ
હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો મુખ્યમંત્રીએ ઇસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું, નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી. ભક્તિને માત્ર પૂજા સુધી સીમિત ન રાખતા માનવ સેવા અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા મુખ્યમંત્રીનું આહ્વાન. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન મંદિરના નિર્માણમાં અમૂલ્ય આર્થિક યોગદાન આપનાર રાજસ્વી દાતાશ્રીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિશેષ સન્માન કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના વિઝનને અનુસરીને વિકાસ સાથે આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરતના કોસમાડા ખાતે ‘ઇસ્કોન વરાછા મંદિર’નો ભવ્ય શિલાન્યાસ અને સત્કાર સમારોહ સંપન્ન થયો
હિન્દ ન્યુઝ, સુરત 🌟 કાર્યક્રમની મુખ્ય હાઇલાઇટ્સ: 🛕 શિલાપૂજન & યજ્ઞ: મુખ્યમંત્રીએ મંદિરની શિલાઓનું પૂજન કર્યું અને નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી. 📖 ભગવદ્ ગીતાનો સંદેશ: ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાયો માનવ જીવનને મૂંઝવણથી સમજણ અને નિરાશાથી આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. 🤝 સામાજિક આહ્વાન: ભક્તિને માત્ર પૂજા સુધી સીમિત ન રાખતા માનવ સેવા, યુવા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા અપીલ. 💐 દાતાઓનું સન્માન: મંદિર નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર રાજસ્વી દાતાઓ અને ગીતા પરીક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરાયું.
Read Moreગાંધીનગર સચિવાલય ખાતેથી ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું પ્રસ્થાન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ‘રાષ્ટ્રીય એકતા દિવસ – 2026’ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતા નગર માટે ફ્લેગ ઓફ કરાવી. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી, યુપી, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો અને CAPFના બાઇકર્સ સહભાગી થયા; રૂટ પર વિવિધ સ્થળોએ જનજાગૃતિ અને નશામુક્તિના સંકલ્પ કાર્યક્રમો થકી યુવાનોને નશાથી દૂર રહેવા નાગરિકોને પ્રેરિત કર્યા… ‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ના સંદેશ સાથે દેશભરમાંથી આવેલી વિવિધ ટીમો આજે કેવડિયા પહોંચશે: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક “Say No to Drugs, Say Yes to Life”ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ વિભાગના…
Read Moreએકતાનગરમાં આરોગ્ય સેવાઓ હવે ‘ઓન વ્હીલ્સ’!
હિન્દ ન્યુઝ, નર્મદા રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગનો સરાહનીય અભિગમ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફથી સજ્જ પાંચ બાઈક એમ્બ્યુલન્સ સામાન્ય તકલીફોમાં સ્થળ પર જ ત્વરિત અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવા ઉપલબ્ધ. બાઈક એમ્બ્યુલન્સ ટીમો સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહીને ખાંસી, શરદી, તાવ, શરીરનો દુખાવો સહિતની સામાન્ય આરોગ્યલક્ષી તકલીફોમાં તબીબી સહાય પૂરી પાડે છે.
Read Moreજામનગર સરકારી ડેન્ટલ કોલેજ ખાતે રૂ. ૨૬ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન ‘ગર્લ્સ હોસ્ટેલ’નું ઈ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, જામનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત સરકારી ડેન્ટલ કોલેજ, જામનગર ખાતે વિદ્યાર્થિનીઓ માટે અંદાજે રૂ. ૨૬ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અદ્યતન નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ આરોગ્ય વિભાગના ગાંધીનગર ખાતેના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વર્ષ ૧૯૯૧માં સ્થપાયેલી સરકારી ડેન્ટલ કોલેજ ખાતે હાલ સ્નાતકના ૧૨૫ તેમજ અનુસ્નાતકના વિદ્યાર્થીઓના અભ્યાસ અને એડમિશનને ધ્યાને રાખીને, જામનગર જિલ્લાના વરિષ્ઠ નેતાશ્રીઓના સઘન પ્રયાસોથી…
Read Moreડાંગ જિલ્લાની સ્થગિત સહકારી મંડળીઓ અંગે સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવા જાહેર સુચના
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાની યાદી મુજબની સહકારી મંડળીઓ હાલમાં સ્થગિત અવસ્થામાં હોવાનું જણાયું છે. આ મંડળીઓની હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરી આગળની કાર્યવાહી હાથ ધરવા માટે, સંબંધિત મંડળી ચાલુ રાખવાની છે કે બંધ કરવાની છે તે અંગે મૂલ્યાંકન કરી સ્પષ્ટ અભિપ્રાય મેળવવો જરૂરી બન્યો છે. આથી સંબંધિત મંડળીઓના હોદ્દેદારોને જણાવવામાં આવે છે કે, જિલ્લાની કુલ ૨૧૪ મંડળીઓને નોટિસ મળ્યેથી દિન-૧૦ માં જો મંડળી ચાલુ રાખવાની હોય તો તે અંગેનો લેખિત અભિપ્રાય, અથવા મંડળી બંધ કરવાની હોય તો તે અંગેનો સ્પષ્ટ લેખિત ઠરાવ તથા સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો સાથે…
Read Moreડાંગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે હથિયારોની હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી, દિવાળી તહેવાર અને નવા વર્ષની ઉજવણી ભાઈબીજ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે સમગ્ર ડાંગ જિલ્લામાં ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૭ (૧) અન્વયે હથિયારોની હેરાફેરી ઉપર તા. ૦૯ નવેમ્બર ૨૦૨૬ સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.એમ.જણકાટ (જી.એ.એસ.) દ્વારા હથિયારની હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબના કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. (ક) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ઘોકા, છરી, બંદૂક, લાકડી, લાઠી,…
Read More