હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિવિધ ગામોમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 883 ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમા એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ ધરાવતા લાભાર્થીઓની આગળની NAAT તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ કરીને ચોક્કસ…
Read MoreAuthor: Admin
કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. કલેકટરએ કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટરએ અરજદારો સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમની સમસ્યાઓની મૂળભૂત હકીકતો જાણી સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વાગત કાર્યક્રમમાં આવેલ ચાલુ મહિનાની ૮ અને ગત માસની ૫ એમ કુલ ૧૩ પૈકી ૧૦ અરજીઓનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જ્યારે બાકીની અરજીઓ માટે…
Read Moreગાંધીનગર ખાતે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના અન્વયે ₹354 કરોડની શિષ્યવૃત્તિનું DBTથી વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે SSIP 2.O, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના વિદ્યાર્થીઓના ખાતામાં DBTના માધ્યમથી શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું. મુખ્યમંત્રીએ SSIP 2.O અન્વયે વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહન સહાયના ચેકનું વિતરણ પણ કર્યું. રાજ્યની શાળાઓ ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લેબોરેટરી જેવી…
Read More‘ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક – 2026’ પસાર કરી રાજ્યની મહિલાઓને અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક – 2026’ પસાર કરી રાજ્યની મહિલાઓને અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું. આ વિધેયકમાં લગ્ન, છૂટાછેડા, લિવ-ઇન સંબધો અને વારસાગત મિલકતમાં મહિલાઓને અભૂતપૂર્વ કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ‘આ માત્ર એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ સમાનતા, ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને વડાપ્રધાનના નેતૃત્વમાં વધુ મજબૂત બનાવવાનો આપણો મક્કમ નિર્ધાર છે’. બંધારણના આર્ટિકલ 44 મુજબ, રાજ્યએ તમામ નાગરિકો માટે એકસરખો નાગરિક કાયદો (UCC) લાવવાનો પ્રયત્ન કરવાની જે જોગવાઈઓ છે તેના અનુસંધાને ગુજરાત સમાન…
Read Moreવારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખેડૂતો અને પ્રજાહિતકારી નિર્ણય
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેતીની જમીન અંગેના કેટલાંક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા 300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કર્યો. ➡️ જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં રાહત આપીને ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ખેડૂત પ્રજાહિતલક્ષી નિર્ણય ➡️ ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વેચાણમાં આર્થિક ભાર ઓછો થશે ➡️ પરિવારના સભ્યો વચ્ચે મિલકતો વહેંચણીની સરળતા થતાં વિવાદ અને કોર્ટ કેસમાં ઘટાડો થશે ➡️ આ…
Read Moreઅમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓનાં સગાં-સંબંધીઓ માટે અત્યાધુનિક ‘રેનબસેરા’ તૈયાર
હિન્દ ન્યુઝ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે દર્દીઓનાં સગાં-સંબંધીઓ માટે ₹60 કરોડના ખર્ચે 858 બેડનું અત્યાધુનિક ‘રેનબસેરા’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના અત્યાધુનિક ‘રેનબસેરા’ અંતર્ગત વિશાળ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 8 માળ ધરાવતા આ ભવનનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 24,436 ચો.મી. છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 280 લોકોની ક્ષમતા ધરાવતી વિશાળ કેન્ટિન અને આધુનિક રસોડું તેમજ અન્ય સુવિધાઓમાં ટીવી રૂમ, રિસેપ્શન, બેંક એટીએમ તેમજ દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે 8 દુકાનોની વ્યવસ્થા કરાઈ છે. આ રેનબસેરામાં સ્વચ્છ ડોરમેટરી, શૌચાલય અને સામાન રાખવા માટે સુરક્ષિત લોકરની સુવિધા પણ…
Read Moreજૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય સર્વ દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી, ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ લોકોના પ્રશ્નોનું ઝડપભેર ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી, તેમણે ધારાસભ્યઓએ ઉપસ્થિત કરેલા પ્રશ્નોને સકારાત્મક અભિગમ સાથે નિરાકરણ કરવા ઉપરાંત પ્રજાકીય પ્રશ્નોનું સમય મર્યાદામાં નિવારણ થાય તે માટે નિર્દેશ આપ્યા…
Read Moreઝાલોદ તાલુકાના ઘટક ૧ ના આગંણવાડી નાના ભૂલકાઓની પોષણ સંગમ અંતર્ગત આરોગ્ય તપાસ કરાવવામાં આવી
હિન્દ ન્યુઝ, ઝાલોદ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આજરોજ સી.ડી.પી.ઓ નીલુબેન દ્વારા ઝાલોદ તાલુકાના ઘટક ૧ ના ઘણા લાંબા સમય થી વજન ઊંચાઈ માં ફેરફાર થતા ના હોવાના કારણે પોષણ સંગમ અંતર્ગત બાળરોગ નિષ્ણાત પાસે થી ૧૦ બાળકોની આરોગ્ય તપાસ કરાવવામાં આવી હતી. અતિ કુપોષિત બાળકોનુ પીડીયાટ્રિશિયન ડોક્ટર પાસે બાળકોની તપાસ કરાવવામાં આવી તેમજ બાળકોના રિપોર્ટ કરાવવામાં આવ્યા, બાળકના બાવડાનો ઘેરવો, તેમજ વજન ઉચાઇ કરી બાળકોને સીએમટીસી તેમજ એનઆરસી માં રીફર કરવા માટેની સમજ આપવામાં આવી તેમજ વાલીઓને બાળકોના…
Read Moreસુરતના સખી વન સ્ટોપ સેન્ટરે પિતા-પુત્રી વચ્ચેની ગેરસમજનું સમાધાન કરી દીકરીનું પરિવાર સાથે પુનઃસ્થાપન
હિન્દ ન્યુઝ, સુરત સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમની અદલાબદલી શંકા અને બંધન સાથે થાય, ત્યારે હર્યાભર્યા પરિવારો વેરવિખેર થઈ જતા હોય છે. સુરતના ‘સખી વન સ્ટોપ સેન્ટરે’ તાજેતરમાં જ એક ૨૦ વર્ષીય દીકરી અને તેના પિતા વચ્ચેના મનભેદ દૂર કરી, તૂટતા સંબંધને ફરીથી મજબૂત બનાવવાનું સંવેદનશીલ કાર્ય કર્યું છે. પાલ આરટીઓ વિસ્તારમાં રહેતી અને બીસીએ (BCA)નો અભ્યાસ કરતી ૨૦ વર્ષીય અનીષા(નામ બદલ્યું છે) અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં માતા-પિતાની અતિશય રોકટોક અને નોકરી ન કરવાના દબાણથી માનસિક રીતે ત્રસ્ત થઈ ગઈ હતી. ભૂતકાળની…
Read Moreઉનાળુ મગફળીના પાકમાં સંકલિત રોગ-જીવાતના અસરકારક નિયંત્રણ માટે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ઉનાળુ મગફળીના પાકમાં સંકલિત રોગ-જીવાતના અસરકારક નિયંત્રણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર ➡️ મોલો જેવી જીવાતોના નિયંત્રણમાં પરભક્ષી કીટકો – દાળીયા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી જો દાળીયાની વસ્તી વધારે હોય તો રાસાયણિક દવાનો ઉપયોગ ટાળવો ➡️ લશ્કરી ઈયળના નિયંત્રણ માટે શરૂઆતથી જ હેક્ટરે પાંચ મુજબ ફેરોમોન ટ્રેપ લગાવવી ➡️ જીવાત ક્ષમ્ય માત્રાએ પહોંચે કે તરત જ નિયંત્રણ માટે લીંબોળીના મીજનું 5 ટકા દ્રાવણનો છંટકાવ કરવો ➡️ મગફળીમાં પાનના ટપકાંના રોગના નિયંત્રણ માટે ઉગાવાના 30, 50 અને 70 દિવસે લીમડાના તાજા પાનના રસનું…
Read More