હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલ કૃષ્ણા પાર્ક ખાતે રાષ્ટ્રીય સલામતી દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા કર્મચારીઓના શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપતા એક વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ પોતાના કામના ભારણ વચ્ચે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને બીમારીઓનું વહેલી તકે નિદાન થાય તેવા શુભ હેતુથી યોજાયેલા આ કેમ્પમાં MGVCL ના અંદાજે 70 થી 80 જેટલા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દરમિયાન અર્બન RBSK ટીમ તેમજ અર્બન T-3 ના મેડિકલ…
Read MoreAuthor: Admin
ગાંધીનગર તાલુકાના નવા ધરમપુર ગામની આકસ્મિક મુલાકાત લેતા જીલ્લા કલેકટર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવે દ્વારા આજરોજ વહીવટી પારદર્શિતા અને શૈક્ષણિક ગુણવત્તાના નિરીક્ષણ હેતુસર, ગાંધીનગર તાલુકાના નવા ધરમપુર ગામની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયતના દફતરોની ઝીણવટભરી તપાસણી કરવાની સાથે સ્થાનિક પ્રાથમિક શાળાના બાળકો સાથે સમય વિતાવી તેમની શૈક્ષણિક ક્ષમતા ચકાસી હતી. નવા ધરમપુર પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ એક અલગ જ અંદાજમાં બાળકો સાથે સુમેળ સાધ્યો હતો. તેમણે બાળકો સાથે મળીને પ્રાર્થના ગાઈ હતી, જેનાથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ, તેમણે વર્ગખંડમાં જઈને બાળકોને ઘડિયા અને પલાખા પૂછી તેમની…
Read Moreસંજેલી તાલુકાના માંડલી ખાતે રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સંજેલી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના માંડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપલાન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ ૨.૦ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે નાગરિકોને વિવિધ જનહિતકારી યોજનાઓના લાભ સરળતાથી મળી રહે એ માટે સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. દીપ પ્રાગટ્ય થકી શરુ થયેલા આ કાર્યક્રમમાં માંડલી પ્રાથમિક શાળાની બાળકીઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. ત્યાર બાદ સંજેલી મામલતદાર એ શાબ્દિક પ્રવચન કર્યું હતું. આ અવસરે મંત્રી એ જણાવ્યું કે, રાજ્ય…
Read Moreકચ્છના રામપર-વેકરાના જિગ્નેશ લીંબાણી ગાય આધારીત વિવિધ ઉત્પાદનો બનાવી બન્યા આત્મનિર્ભર
હિન્દ ન્યુઝ, ભુજ કેન્દ્ર તથા રાજ્ય સરકાર સ્વદેશીને પ્રોત્સાહન મળે તે દિશામાં કાર્યરત છે ત્યારે માંડવી તાલુકાના રામપર-વેકરાના જિગ્નેશ લીંબાણીના ગાય આધારીત અવનવા ઉત્પાદનો લોકોમાં રસનો વિષય બન્યા છે. ગાયની મહત્તાને જાળવી રાખવાની નેમ સાથે તેઓ ગૌમૂત્ર, ગૌબર આધારીત અનેક આરોગ્યવર્ધક ઉત્પાદનો બનાવવા સાથે પ્રાકૃતિક વસ્તુઓમાંથી ઉત્પાદિત સૌંદર્યં પ્રસાધનો બનાવીને લોકોના આરોગ્યને કેમીકલ વગરની વિશાળ પ્રોડક્ટ રેન્જ પણ પૂરી પાડી રહ્યા છે. જિગ્નેશભાઇ જણાવે છે કે, ગાય આધારીત ખેતીનું મિશન જ્યારે રાજ્ય સરકાર ચલાવી રહી છે. ત્યારે હું પણ સ્વામી દેવચરણના માર્ગદર્શન હેઠળ ગાય આધારીત ખેતી સાથે કેમિકલ…
Read Moreદાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ ૮ મી માર્ચના રોજ આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિતે યુનાઈટેડ ઓર્ગેનાઈઝેશન (સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા) દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાઓની શક્તિ ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા દર વર્ષે અલગ-અલગ થીમ નિયત કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે ૮ મી માર્ચ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “ RIGHTS, JUSTICE, ACTION FOR ALL WOMEN AND GIRLS ’’ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ દિવસે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ-કાર્યક્રમો યોજવામાં આવશે. દાહોદ જિલ્લામાં ૧૦ માર્ચના રોજ ટ્રાયબલ મ્યુઝીયમ ખાતે આંતર રાષ્ટ્રીય…
Read Moreજામનગરના સર્વાંગી વિકાસ માટે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગો સાથે સંકલન બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા અને શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ જામનગરના પ્રગતિ હેઠળના વિવિધ પ્રકલ્પોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, જામનગર શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત જામનગરના વિવિધ…
Read Moreકવાંટના વિશ્વવિખ્યાત ગેર મેળામાં વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિની અનોખી પહેલ: ‘જળ, જંગલ અને જમીન’ ના રક્ષણનો અપાયો સંદેશ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આયોજિત પરંપરાગત અને વિશ્વવિખ્યાત ‘ગેર મેળા’માં વન વિભાગ દ્વારા જનજાગૃતિનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વન વિભાગ, છોટાઉદેપુર અને સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગેર મેળામાં ઉમટેલી વિશાળ જનમેદની વચ્ચે પર્યાવરણ સુરક્ષા અને વૃક્ષારોપણનો સંદેશ પહોંચાડવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાનમાં વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) આર. બી. સોલંકી તથા એ.સી.એફ. (ACF) ફતેહ મીના (IFS) સહિત આર.એફ.ઓ. (RFO)ની ટીમ અને વન વિભાગનો સ્ટાફ બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે સ્વયં જનમેદનીમાં જોડાયો હતો. અધિકારીઓએ…
Read Moreબારડોલી તાલુકાના ઈસરોલી ખાતેથી સુરત જિલ્લા પંચાયત દ્વારા બારડોલી વિધાનસભાના ૩૩ ગામોમાં ઘનકચરા વ્યવસ્થાપન પ્રણાલીનો શુભારંભ અને રૂ.૬.૬૭ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, બારડોલી સુરત જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા અને સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી બારડોલીના ઈસરોલી ખાતેથી બારડોલી વિધાનસભાના ૩૩ ગામોમાં ‘ઘન કચરા વ્યવસ્થાપન પ્રણાલી’નો પ્રારંભ અને રૂ.૬.૬૭ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ અને ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરાયું હતું. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ અને ઘનકચરા માટેના ઈ-વ્હીકલને લીલી ઝંડી અપાઈ હતી. આર.એન.જી. પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, તાજપોર કોલેજ, ઈસરોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રીમતી ભાવિનીબેન પટેલે જણાવ્યું હતું…
Read Moreકેસૂડાંના ફૂલમાંથી પ્રોડક્ટ બનાવીને આત્મનિર્ભર થઈ તાપી જિલ્લાની બહેનો
તા. 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 હિન્દ ન્યુઝ, સુરત તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની આદિવાસી બહેનોએ પૂર્ણા સખી મંડળ રચીને પ્રાકૃતિક ઘટકોમાંથી સાબુ બનાવવાની શરૂઆત કરી. સરકારી મેળા અને ‘સહયોગ સખી સંઘ રેંગણકચ્છ’ના સહકારથી આ પ્રોડક્ટના વેચાણ માટેનું સારું પ્લેટફોર્મ મળ્યું, ફેબ્રુઆરીમાં પૂર્ણા સખી મંડળે કુલ રૂપિયા 1.10 લાખનું વેચાણ કર્યું. અમે કેસૂડાં, એલોવેરા, લેમન, કેસર-ચંદન, લીમડો જેવા પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરીને સાબુ બનાવવાનું શરૂ કર્યું. ઉનાળાની સિઝનમાં કેસૂડાના સાબુની વધતી માગને કારણે આવક રૂપિયા 45થી 50 હજાર સુધી પહોંચી જાય છે : કોકિલાબેન
Read MoreUPSC સિવિલ સર્વિસ-૨૦૨૫નું રિઝલ્ટ જાહેર
હિન્દ ન્યુઝ, સુરત UPSC(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)એ આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૫નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. જેમાં સુરતમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ-૧ તરીકે ફરજ બજાવતા મૂળ નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાના નાંદરખા ગામના ૨૬ વર્ષીય મિહિર પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક(AIR)૭૦૯ હાંસલ કરી ઝળહળતી સિદ્ધી મેળવી છે. હાલ સુરત બહુમાળી ભવનમાં મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરી-સુરતના તાબા હેઠળની સબ રજિસ્ટ્રાર કચેરી-ઉધનામાં સબ રજિસ્ટ્રાર(ગ્રેડ ૧) વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા શ્રી મિહિર રાજેન્દ્રભાઈ પટેલના પરિવારમાં મમ્મી અને મોટી બહેન છે. તેમણે વર્ષ ૨૦૨૦માં B.E ઇન…
Read More