હરિયાળું અમરેલી… સ્વચ્છ અમરેલી!

હિન્દ ન્યુઝ, અમરેલી!

🇮🇳 ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો.

રૂ. ૪ કરોડના ખર્ચે ‘ગ્રીન અમરેલી, ક્લિન અમરેલી’ની નેમ સાકાર થશે

ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના હેઠળ શરૂ થયેલા આ મહાઅભિયાન અંતર્ગત અમરેલી શહેરમાં પ્રસ્તાવિત ઓક્સિજન પાર્ક સહિત વિવિધ મુખ્ય માર્ગોની બંને બાજુએ આશરે ૧૩ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આ હરિયાળી પહેલથી અમરેલી શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાની સાથે આગામી સમયમાં શહેર માટે ‘ગ્રીન લંગ્સ’ સમાન પર્યાવરણીય આધાર ઊભો થશે.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને કેબિનેટ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ ભરતભાઈ સુતરીયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એક વૃક્ષ -અનેક શ્વાસ..

આવો, સાથે મળીને અમરેલીને હરિયાળું બનાવીએ!

Related posts

Leave a Comment