ધોરણ આઠની વિદ્યાર્થીનીઓએ રોટલા બનાવવાની પ્રવૃત્તિથી જીવન કૌશલ્યો નો અનુભવ મેળવ્યો

ધ્રોલ નાં ‘ધ સનરાઈઝ પ્રાઈમરી સ્કૂલ’ ખાતે આનંદદાયક શનિવાર ની અનોખી ઉજવણી

હિન્દ ન્યુઝ, ધ્રોલ

      આજરોજ તારીખ 31/ 01/2026 ને શનિવાર નાં રોજ આનંદદાયક શનિવાર સંદર્ભે વિધાર્થીઓ ને શાળામાં ‘બેગલેસ ડે’ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ‘ધ સનરાઈઝ સ્કુલ’ નાં વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને ઉપયોગી જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દરમ્યાન વિદ્યાર્થીનીઓએ રોટલા બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે પ્રાયોગિક રીતે જાણકારી આપવામાં આવી હતી. દા.ત. વિદ્યાર્થીનીઓને લોટમાં પાણી કેટલું નાખવું, રોટલો કેમ ટીપવો તેમજ રોટલો શેકવાની પ્રક્રિયા ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે શીખી. 

     આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન, આત્મવિશ્વાસ અને રોજિંદા જીવનમાં જરૂરી આવડતો વિકસાવવાનો હતો. શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ટીમમાં કામ કરી સહકારની ભાવના દર્શાવી. સાથે સાથે ભારતીય પરંપરાગત ભોજન અને સંસ્કૃતિ પ્રત્યે પણ તેમની સમજ વધારી

    વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિમાં ખૂબ જ રસ પૂર્વક ભાગ લીધો અને “શીખતા – કરતા – શીખવું “નો સાચો અનુભવ કર્યો.

       આ પ્રયાસને શાળાનાં આચાર્ય શ્રી પ્રવિણાબેન અરવિંદભાઈ ભીમાણી, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ સકારાત્મકતા પ્રતિસાદ મળ્યો.

Related posts

Leave a Comment