અંજાર ખાતે બીએલઓ દ્વારા ફોર્મ વિતરણ તથા કલેક્શન કામગીરી

હિન્દ ન્યુઝ, કચ્છ

      ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારમાં ખાસ સઘન સુધારણા (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે. અંજાર ખાતે બીએલઓ દ્વારા ફોર્મ વિતરણ તથા કલેક્શન કામગીરી કરાઈ હતી. સાથે કામગીરીની સમીક્ષા કરીને મતદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજો આપવાની જરૂર નથી. મતદારયાદીમાં પોતાનું નામ તથા ૨૦૦૨ની મતદાર યાદી https://voters.eci.gov.in પર ચકાસી શકાશે. મતદાર રજિસ્ટ્રશન સંબંધિત કોઈ પણ માહિતી અને માર્ગ દર્શન માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર સંપર્ક કરવાનો અથવા મતદારો બી.એલ.ઓ નો સંપર્ક કરી શકશે.

Related posts

Leave a Comment