હિન્દ ન્યુઝ, ડાંગ
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અમુક જિલ્લાઓમા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાવા પામ્યો હતો.
ગત રોજ વાવાઝોડા સાથે વરસેલાં કમોસમી વરસાદના કારણે મુખ્ય માર્ગો ઉપર કેટલાક વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના બનવા પામી હતી. જે બાબતને ધ્યાને લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી વૃક્ષોનો નિકાલ કરી માર્ગો ખુલ્લાં કરાયા હતાં.
ભારે વાવાઝોડાના કારણે વઘઇ-આહવા રોડ, વઘઇ-સાપુતારા રોડ, પીંપરી-કાલીબેલ રોડ પર વૃક્ષો ધરાશાઈ થવાની ધટનાં બની હતી. જેમાં ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રસ્તા ઉપરના વૃક્ષો દૂર કરી યાતાયાત માટે માર્ગો પુન:શરૂ કરાયા હતાં.
ઉલ્લેખનીય છે કે, તા.૭ એપ્રિલના રોજ સવારે ૬ વાગ્યા થી બરોપના ૧૨ વાગ્યા સુધીમાં આહવા તાલુકામાં ૭ મી.મી, વઘઇ તાલુકામાં ૭ મી.મી, સુબીર તાલુકામાં ૫ મી.મી, તેમજ સાપુતારા ખાતે ૧૦ મી.મી કમોસમી વરસાદ નોંધાવા પામ્યો હતો.
