હિંમતનગર નગરપાલિકા ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો

હિન્દ ન્યુઝ, હિંમતનગર

    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નગરપાલિકા ખાતે ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપવા “સરકાર તમારા દ્વારે’ ના આશયથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

    રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ નાગરિકોની રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ,આવકનો દાખલો,જાતિનો દાખલો સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ અપાય છે. હિંમતનગર તાલુકાના નાગરીકોને ઘર આંગણે વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે માટે વહિવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. 

     આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, નગરપાલિકાના સભ્ય ગોપાલ પ્રજાપતિ, ડીકુલ ગાંધી, જીનલ પટેલ, વર્ષાબેન મિસ્ત્રી, હંસાબેન તેમજ મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.   

Related posts

Leave a Comment