“આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ ૨૦૨૧ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના હસ્તકના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર સંચાલિત ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત “આઝાદી કા અમૃત્ત મહોત્સવ” કાર્યક્રમ અન્વયે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની થીમ પર ભાવનગર શહેરકક્ષાએ ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન તા.૨૮/૧૦/૨૦૨૧ થી તા.૦૧/૧૧/૨૦૨૧ દરમ્યાન યશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર વિસ્તારના શાળામાં ભણતા ધોરણ ૬ થી ૧૦ સુધીના ૧૦૦ બાળકોએ ભાગ લીધેલ હતો. કાર્યક્રમનું ઉદ્દઘાટન તા.૨૮/૧૦/૨૦૨૧ નાં રોજ ચેરમેનશ્રી શિશિરભાઈ ત્રિવેદી અને ડેપ્યુટી ચેરમેન રાજદીપસિંહ જેઠવાનાં હસ્તે કરવામાં આવ્યું…

Read More

આગામી તા.૯ થી લઘુતમ ટેકાનાં ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર સરકાર દ્રારા તા.૦૯/૧૧/૨૦૨૧ (લાભપાંચમ)થી લઘુતમ ટેકાના ભાવે મગફળીની જે ખેડૂતો દ્રારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે તેની પાસેથી ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવાનું નક્કી કરેલ છે. જે મુજબ ભાવનગર APMC ખાતે ભાવનગર, ઘોઘા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવેલ છે. તળાજા APMC ખાતે તળાજા તાલુકાના ખેડૂતો, મહુવા APMC ખાતે મહુવા તાલુકાના અને જેસર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. પાલીતાણા APMC ખાતે પાલીતાણા અને સિહોર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. જ્યારે ગારીયાધાર APMCમાં ગારીયાધાર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચાણ માટે માર્કેટ યાર્ડમાં લાવે…

Read More

ભાવનગર જિલ્લામાં દિવાળી દરમ્યાન રાત્રિના ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમ્યાન ફટાકડા ફોડી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં દિવાળી દરમ્યમાન રાત્રિનાં ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમ્યાન ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણ હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહિ, તેવું જિલ્લા કલેકટરએ જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે. જિલ્લા કલેકટરએ જાહેરનામામાં વધુ જણાવ્યું છે કે, નામદાર સુપ્રીમ કાર્ટ દ્વારા ફટાકડા ફોડવા સંબંધમાં કેટલીક સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવેલી છે. જેથી દિવાળીનાં તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન,…

Read More