હિન્દ ન્યુઝ, સુરત
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસોથી યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે કિશનભાઈ પેથાણીનું નિઃશુલ્ક હૃદય ટ્રાન્સપ્લાન્ટ
ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં બ્રેઈનડેડ કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે, અંગદાનના સામૂહિક પ્રયાસોથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યા છે: આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસો અને દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ઝડપભેર પ્રત્યારોપણ પ્રક્રિયાના પરિણામે મૂળ અમરેલીના વતની અને હાલ સુરતમાં રહેતા કિશનભાઈ રણછોડભાઈ પેથાણીનું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે આ જટિલ સર્જરી સંપૂર્ણપણે નિઃશુલ્ક પાર પાડવામાં આવી છે.
