આજથી સમગ્ર રાજ્યમાં “નમો સ્વચ્છતા અભિયાન”નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

   રાજ્યના આરોગ્ય મંદિરોને વધુ સ્વચ્છ, સુઘડ અને જંતુમુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં “નમો સ્વચ્છતા અભિયાન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અંતર્ગત જૂનાગઢ જી.એમ.ઈ.આર.એસ. (GMERS) જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ (સિવિલ હોસ્પિટલ) ખાતે જિલ્લા અને મહાનગરપાલિકા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમના પ્રારંભમાં દીપપ્રાગટ્ય કરી મહાનુભવોને છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ અવસરે ધારાસભ્ય દેવાભાઈ માલમ, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, ડીન ડૉ.હણમંત આમણે, મેડીકલ સુપ્રિટેનમેન્ટ

ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ,નાયબ કમિશનર જયેશભાઈ પી.વાજા,મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અલ્પેશ સાલ્વી,એમ.ઓ.એચશ્રી ડૉ.રવિ ડેડાણીયા,શહેર જીલ્લા પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા, શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા એડી.ડીન ડૉ.દિનેશ પરમાર, આસી.મેડીકલ સુપ્રી. ડૉ.ભાવિન પઢારિયા, સી.ડી.એમ.ઓ. ડૉ.પાલા લાખોત્રાનાં, આર.એમ. ઓ. ડૉ.અતુલ કુબાવત તથા વહીવટી તંત્ર અને મહાનગર પાલિકા,જૂનાગઢના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા હોસ્પિટલ પરિસરને સ્વચ્છ રાખવા અને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા અંગે પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.

        આ તકે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના મુખ્ય ઉદ્ઘાટન સમારોહનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલના લેક્ચર હોલ ખાતે જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.આ વિશેષ સ્વચ્છતા અભિયાન તા:૦૧/૦૭/૨૦૨૬ થી તા: ૦૭/૦૭/૨૦૨૬ સુધી ચાલશે, જેમાં સિવિલ હોસ્પિટલ,પી.એચ.સી.,સી.એચ.સી.જેવા તમામ વિભાગોની સઘન સફાઈ કરવામાં આવશે.

Related posts

Leave a Comment