હિન્દ ન્યુઝ, ભાવનગર
પાલીતાણા ગીરીરાજ જૈન તીર્થ ખાતે વિવિધ જૈન સંઘ અને આગેવાનો દ્વારા ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકો પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.૨૦/- ઉઘરાવવામાં આવતા હોવાની વ્યાપક રજુઆત બાબતે ભાવનગર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂઇએ તા.૧૭/૦૪/૨૦૨૬ થી તા.૧૬/૦૫/૨૦૨૬ સુધી નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નાનુભાઈ સંચાલિત યુનિયન દ્વારા કરવામાં આવેલ પીટીશનમાં નામ.ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય આખરી રહેવાની શરતે પાલીતાણા ગિરીરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયન દ્વારા યુનિયનના નામે રૂ.૨૦/- યાત્રિકો પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે.
“જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલ ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઇપણ હેડકોન્સ્ટેબલથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા અધિકારીને અધિકાર રહેશે.”
