વિધાનસભા ખાતે ‘યુથ ઈમર્સન પ્રોગ્રામ’નું આયોજન.

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

      ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજિત દાઇમારી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાની ઉપસ્થિતિમાં ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વચ્ચે વિધાનસભા ખાતે ‘યુથ ઈમર્સન પ્રોગ્રામ’નું આયોજન.

ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓએ વિધાનસભાની મુલાકાત લઈ લોકશાહી વ્યવસ્થા અને વિધાનસભાની કાર્યપદ્ધતિ અંગે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો.

વિધાનસભાનું કામ માત્ર કાયદા ઘડવાનું કે બજેટ પસાર કરવાનું નથી, પરંતુ સરકારની કામગીરીની જવાબદારી નક્કી કરવાનું પણ છે: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ

ગુજરાત અને આસામ વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક અને પૌરાણિક આત્મીય સંબંધો છે: આસામ વિધાનસભાના અધ્યક્ષ

‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનો લોકશાહીની પ્રક્રિયાને સમજે તે અનિવાર્ય: શિક્ષણ મંત્રી

આ કાર્યક્રમ માત્ર એક શૈક્ષણિક કવાયત નથી, પરંતુ યુવાનો માટે લોકશાહીની ગરિમા સમજવાની એક સુંદર તક છે.

Related posts

Leave a Comment